જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ના પ્રમુખશ્રી તરીકે શ્રી લક્ષ્મણભાઈ યાદવની બિનહરીફ વરણી.

જૂનાગઢ, ગિર-સોમનાથ અને પોરબંદર એમ ત્રણ જિલ્લામાં બહોળા પ્રસાર સાથે કાર્યરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ની તાજેતરમાં યોજાયેલ બેઠકમાં સહકારી અગ્રણી અને વર્તમાન પ્રમુખશ્રી બિનહરીફ વરણી પામ્યા છે. સહકારી આગેવાનોની તાજેતરમાં એક બેઠકમાં જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ના પ્રમુખ તરીકે માળીયા હાટીનાના વતની અને રાજ્યના સહકારી અગ્રણી શ્રી લક્ષ્મણભાઈ યાદવની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી તેઓ સતત આઠમી વખત પ્રમુખ તરીકે વરણી પામ્યા છે.

જ્યારે ઉપપ્રમુખ તરીકે શ્રી જયેશભાઈ ગુંદાણીયા ની પણ બિનહરીફ વરણી કરવામાં આવી છે.આ બેઠકમાં રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી જશાભાઈ બારડ, વરિષ્ઠ સહકારી અગ્રણી શ્રી ડોલરભાઈ કોટેચા,શ્રી જેઠાભાઈ પાનેરા વગેરે
ઉપસ્થિત રહ્યા હતાં.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)