જૂનાગઢ જિલ્લો પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બને તેવા પ્રયાસો સાકાર બનાવતી ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન.

જૂનાગઢ

ગુજરાતમાં હાલ પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂતો રસાયણ યુક્ત ખાતર અને જંતુનાશક દવાઓ ના ઉપયોગ વગર ઝેર મુક્ત ખેતી તરફ વળી રહ્યા છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા પ્રાકૃતિક કૃષિ વિશે સમજ કેળવે તે હેતુથી જૂનાગઢ જિલ્લા ના આત્મા, ખેતીવાડી અને બાગાયત વિભાગના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જૂનાગઢ જિલ્લામાં કેશોદ, માંગરોળ અને વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરી પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકાય એ માટેનું માર્ગદર્શન માસ્ટર ટ્રેનરો દ્વારા આપવામાં આવ્યું હતું. જેના પગલે ખરીફ ઋતુમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતો કટિબંધ થયા હતા, ઉપરાંત મહિલાઓને પણ આ પ્રાકૃતિક કૃષિના કાર્યમાં જોડી અને તેમને રસાયણમુક્ત કૃષિ સાથે જોડવા માટે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ તાલીમનુ આયોજન કરાયું હતું. જેમા પ્રાકૃતીક કૃષિના મુખ્ય આયામો એવા જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, વાફસા, ખાટી છાસના ઉપયોગ વિશે જરૂરી માર્ગદર્શન પૂરુ્ં પાડવામા આવ્યુ હતું. આમ પ્રાકૃતિક કૃષિ દ્વારા જૂનાગઢ જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો જોડાઈ જૂનાગઢ જિલ્લાને પ્રાકૃતિક કૃષિ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

અહેવાલ : – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)