જૂનાગઢ
ખેડુતોએ ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા અરજી કરવા સારું જુનાગઢ જિલ્લા માટે આઇ ખેડુત પોર્ટલ ખોલવામાં આવનાર છે.
જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર,એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મુલ્યવૃધ્ધિ, ફાર્મ મશીનરી બેંક,મિલેટ પ્રોસેસિંગ યુનિટ,તાડપત્રી, પાકસંરક્ષણ સાધનો- પાવર સંચાલીત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ /કીટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો માટે www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર તા. ૨૩/૦૯/૨૦૨૪ સવારે ૧૦:૩૦ કલાક થી દિન-૭ સુધી ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે.
ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરવા વિનંતી છે. જેની નોંધ લેવા સૌ ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક,વિસ્તરણ અધિકારી,ખેતી અધિકારી,તાલુકા અમલીકરણ અધિકારી,મદદનીશ ખેતી નિયામક,જિલ્લા ખેતીવાડી અધિકારી,નાયબ ખેતી નિયામક(વિસ્તરણ),નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવો. આ અંગે જિલ્લા ખેતીવાડી અઘિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)