જૂનાગઢ: જેકેએમ પીટીસી કોલેજની વિદ્યાર્થીનીઓએ સખી-વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી.

આજ રોજ જેકેએમ પીટીસી કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા સખી-વન સ્ટોપ સેન્ટર અને હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનનું મુલાકાત આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાજ્ય સરકાર દ્વારા કાર્યરત સેન્ટરો, વિવિધ મહિલા યોજનાઓ અને કાયદાકીય જોગવાઈઓ અંગે વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ લાવવાનો હતો.

મહત્વપૂર્ણ વિગતો:
વિદ્યાર્થીઓને મુલાકાત દરમિયાન જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીનું વહીવટી માળખું, હિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન, મહિલાલક્ષી યોજનાઓ અને સખી-વન સ્ટોપ સેન્ટરની કામગીરી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી.

સેન્ટરના કર્મચારીઓએ સમજાવ્યું કે, આ કેન્દ્ર કેવી રીતે મુશ્કેલીમાં આવેલી મહિલાઓને:

  • તાત્કાલિક આશ્રય

  • તબીબી સહાય

  • કાયદાકીય સલાહ

  • માનસિક પરામર્શ (કાઉન્સેલિંગ)

જોડીને મદદ પૂરી પાડે છે. સખી-વન સ્ટોપ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહે છે અને કોઈપણ પીડિત મહિલા અહીં વિના મૂલ્યે સહાય મેળવી શકે છે.

વિદ્યાર્થીઓએ જાણકારી મેળવી કે ભવિષ્યમાં તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવતા સમયે આ જ્ઞાનનો ઉપયોગ કરીને સમાજમાં મહિલાઓના સશક્તિકરણ અને સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

ઉપસ્થિતિ:
સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન સખી-વન સ્ટોપ સેન્ટરના સંચાલકશ્રી અંકીતાબેન, સ્ટાફ, કોલેજનો સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા. આ કાર્યક્રમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહ-રક્ષણ અધિકારી શ્રી બી.ડી. ભાડાના માર્ગદર્શન હેઠળ યોજાયો.


📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ