જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેશ જાજાડીયા સાહેબની સુચના તેમજ ઇચા.પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબનાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી/દેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો.ઇન્સ.જે.જે.પટેલ તથા પો.સ.ઇ.શ્રી ડી.કે.ઝાલા તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. અને આજરોજ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો.સ.ઇ.શ્રી ડી.કે.ઝાલા તથા એ.એસ.આઇ. નિકુલ એમ. પટેલ તથા પો. હેડ કોન્સ. ઇન્દ્રજીતસિંહ ઝાલા, જીતેષ મારૂ, વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. દિપકભાઇ ચૌહાણ, ચેતનસિંહ સોલંકી તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.કોન્સ. દિપકભાઇ બડવાને જૂનાગઢ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સયુંકતમાં બાતમીરાહે ચોકકસ હકિકત મળેલ કે, ઝાંઝરડા ચોકડીથી થોડે દુર રાજકોટ તરફ ભારત પેટ્રોલપપની સામે આવેલ મેક્રો ઓટોમોબાઇલ્સ ની બાજુમાં આવેલ પડતર જગ્યામાં શંકાસ્પદ વાહન દુધીયા કલરનું ટાટા ઇન્ટ્રા વી.૩૦ બિનવારસુ પડેલ હોય જેમાં ગે.કા. ચિજવસ્તુ ભરેલ હોવાની હકિકત મળેલ હોય. જે હકિકત આધારે બાતમી હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા હકિકત વર્ણનવાળુ વાહન ટાટા ઇન્ટ્રા વી-૩૦ રજી. નં. GJ-10-TX-9314 પડેલ હોય. જેના ઠાઠામાં ચેક કરતા કાળા કલરના પ્લાસ્ટીકના કોથળાઓમાં પ્લાસ્ટીકની બોટલ ભરેલ હોય જેની નીચે ચેક કરતા સફેદ કલરના પ્લાસ્ટીકના બાંચકા ભરેલ હોય. જે બાંચકાની અંદર દેશી પીવાનો દારૂ ભરેલ ૫-૫ લીટરના બુંગીયા ભરેલ જોવામાં આવતા જે તમામ ગણી જોતા બાંચકા નંગ-૫૬ જેમાં દારૂ લીટર ૧૬૮૦/- જેની કિ.રૂા.૩,૩૬,૦૦૦/- ગણી તથા વાહનની કિ.રૂા.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૬,૩૬,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી વાહનચાલક વિરૂધ્ધમાં જૂનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૫૨૫૦૦૧૬/૨૦૨૫ પ્રોહી ક. ૬૫ઇ, ૯૮(૨) મુજબનો ગુન્હો તા.૦૮/૦૦૧/૨૦૨૫ થી રજી કરાવેલ.
ટાટા ઇન્ટ્રા વી-૩૦ રજી નં. GJ-10-TX-9314 નો ચાલક
કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ-
(૧) દેશી દારૂ ભરેલ પ્લા.ના બાંચકા નંગ-૫૬ દારૂ લીટર-૧૬૮૦ કિ.રૂા.૩,૩૬,૦૦૦/-
(૨) ટાટા ઇન્ટ્રા વી-૩૦ રજી નં. GJ-10-TX-9314 કિ.રૂ.૩,૦૦,૦૦૦/-
સારી કામગીરી કરનારા પો.અધિકારી/પો.કર્મચારીઃ-
કુલ મુદામાલ કિ.રૂ.૩,૩૬,૦૦૦/- કબ્જે ક્રી આગળ ની તજવીજ હાથ ઘરેલ હતી
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)