જૂનાગઢ
મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને તાલુકા કક્ષાના પ્રશ્નોના ઉકેલ તેમજ લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા ઉચ્ચ કક્ષા સુધી ન જવું પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જૂનાગઢ તાલુકા માટે સ્વાગત ઓનલાઇલ કાર્યક્રમ તા.૨૮-૦૮-૨૦૨૪ (બુધવાર) સવારે ૧૧ કલાકે મામલતદાર કચેરી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કચેરી,તાલુકા સેવા સદન, સરદારબાગ, જૂનાગઢ ખાતે યોજાશે.
મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ઓનલાઇન(ફરિયાદ નિવારણ) કાર્યક્રમમાં કોઇપણ અરજદારને અરજી કરતા પહેલા શહેરી વિસ્તારનો પ્રશ્ન હોય તો સીટી તલાટી કમ મંત્રીશ્રીને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષા નો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રશ્ન અંગે લેખિતમાં રજૂઆત કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો શહેર કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ, આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે અને આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે, સામુહિક રજૂઆતો નહિ થઇ શકે. મુદ્દત બાદની અરજીઓ અસ્પ્ષ્ટ રજૂઆતવાળી અરજીઓ એક કરતા વધુ વિભાગ/કચેરીના પ્રશ્નો, સુવાચ્ય ન હોય તેવી અરજીઓ, નામ-સરનામા વગરની અરજીઓ, વ્યક્તિગત આક્ષેપોવાળી અરજીઓ, નીતિ-વિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારીના સેવા વિષાયક પ્રશ્નો, કોર્ટ મેટર, દિવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવાપાત્ર કેસો વાળી અરજીઓ, અરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધિત કચેરી/ખાતાનો એકવાર પણ સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન તથા અગાઉના સ્વગાત કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નો આ કાર્યક્રમમાં અરજીઓ રજૂ થઇ શકશે નહી તેમ જૂનાગઢ(શહેર) મામલતદાર ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)