જૂનાગઢ
જૂનાગઢ તીર્થક્ષેત્ર એવા દામોદર કુંડ ઉપર બિરાજતા ઠાકોરજી નો ગત રવિવારે તા.૨/૬/૨૦૨૪ ના રોજ જુનાગઢ ખાતે દામોદર કુંડમાં શ્રી ઠાકોરજી ના નાવ નો મનોરથ હતો. એમાં કુંડમાં જે નાવ ચાર લોકો પાણીમાં ઊભીને ચલાવતા હતા ત્યારે પાણીની અંદર જે ગંદકી રૂપે કાળો દુર્ગંધ યુક્ત કાપ એમના પગમાંથી બહાર નીકળતો હતો અને ભયંકર દુર્ગંધ ફેલાતી જોવા મળેલ.
જૂનાગઢ દામોદર કુંડ ની સફાઈ મુદ્દે મ.ન.પા.ને પત્ર લખ્યો
દામોદર કુંડ અતિ પવિત્ર આધ્યાત્મિક તીર્થક્ષેત્ર ઉપર આવેલો કુંડ છે. શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. દેશભર માંથી હજારો લોકો અહીં સ્નાન અને દર્શન કરવા માટે આવે છે તો આ કુંડની અને જગ્યાની પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ. સરકારશ્રી દ્વારા પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટ ઉપલબ્ધ કરાઈ હોવા છતાં સફાઈ નો અભાવ જોવા મળેલ છે. ખાસ કરીને ચોમાસા સિવાય ઉનાળા જેવી ઋતમાં પાણી સતત વહેતું રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તેમ જ દર અઠવાડિયે આ કુંડમાંથી સો ટકા સફાઈ થવી જોઈએ દરેક શ્રદ્ધાળુ ને પાન કરવાની ઈચ્છા થાય એવું CLEAN પાણી કરાવવું જોઈએ. કેમ કે બહારથી લોકો આ સ્થળના દર્શન કરવા આવે છે ત્યાં ની દુર્ગંધ યુકત પાણી અને ગંદકી જોઈને જૂનાગઢ ની અને વહીવટી તંત્રની ખરાબ છાપ લઈને જાય છે. જે આપણા બધા માટે દુઃખદ બાબત છે એ ખાસ ધ્યાને લઈ કમિશનરશ્રી, મનપા , જૂનાગઢ ને શ્રી સંજયભાઈ કોટડીયા, ધારાસભ્યશ્રી એ તેમના પત્રમાં જણાવેલ છે કે તમે જાતે દરમિયાનગીરી કરી આધ્યાત્મિક પવિત્ર તીર્થ ક્ષેત્રને સ્વચ્છ રાખી તેમની પવિત્રતાને જાળવી રાખવા આયોજન પૂર્વક કાર્યવાહી કરવા જણાવ્યું છે.
અહેવાલ ;- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)