જૂનાગઢ શહેરના “સી” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે હથિયાર સાથે ફરતો શખ્સ પકડી પડાયો છે. પોલીસે દેશી બનાવટની પિસ્તોલ અને ૩ જીવતા કારતૂસ સહિત રૂ. ૧૫,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરીને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.
આ કાર્યવાહી જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા, તેમજ I/C નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
ચોક્કસ બાતમીના આધારે રેડ
“સી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રભારી PI વી.જે. સાવજ અને PSI આર.આર. બ્લોચના સુચનાથી, પો. હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ વાળા અને કરણસિંહ ઝણકાતને ખાનગી બાતમી મળતાં તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જ્યાં જુનાગઢ હાઉસિંગ બોર્ડ કોલોની, સુરજ સિનેમાના પાછળના ભાગે એક શખ્સ ગેરકાયદેસર રીતે હથિયાર સાથે ઉભો છે તેવી માહિતીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી **સાગર પ્રેમજીભાઈ સોલંકી (ઉ.વ. ૩૯, રહે. જુનાગઢ)**ને પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી લીધો.
કબજે કરાયેલ મુદ્દામાલ:
દેશી બનાવટની પિસ્તોલ નંગ – ૧ (કિંમત: રૂ. ૧૫,૦૦૦)
જીવતા કારતૂસ – ૩ (કિંમત: રૂ. ૩૦૦)
કુલ મુદ્દામાલ: રૂ. ૧૫,૩૦૦
આરોપીનો ગુનાહિત ઇતિહાસ ભારે ચિંતાજનક
આરોપી સાગર સોલંકી અગાઉ જુનાગઢ, પોરબંદર સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ૧૯ ગુનાઓમાં સંડોાયેલો છે. જેમાં હત્યા (IPC 302), જાનથી મારી નાખવાની ધમકી, લૂંટફાટ, દારૂનો ઘસારો અને Arms Act તથા Prohibition Act અંતર્ગત અનેક કેસો નોંધાયેલા છે.
કેસ નોંધાણ અને તપાસ
આરોપી વિરુદ્ધ Arms Act હેઠળ ગુનો નોંધાઈ ચુક્યો છે અને હાલ આ સમગ્ર કેસની વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસના દોરાણે પિસ્તોલ કયા સ્થળેથી મળી, તેનું કોઈ નેટવર્ક છે કે નહીં એ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.
કાર્યકારી ટીમમાં સામેલ અધિકારીઓ:
PI: વી.જે. સાવજ
PSI: આર.આર. બ્લોચ
ASI: એન.આર. ભેટારીયા
હેડ કોન્સ્ટેબલ: પી.જે. વાળા, કે.ડી. ઝણકાત
કોન્સ્ટેબલ: દિનેશ જીલડીયા, મનીષ હુંબલ, દિલીપ ડાંગર, સંજય ચૌહાણ
📍 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ