જૂનાગઢ દ્વારા નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2024 નું આયોજન કરવા આવ્યું.

જૂનાગઢ

ગુજકોષ્ટ ગુજરાત સરકાર પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ દ્વારા નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2024 નું આયોજન કરવા આવ્યું હતું જે ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાયલ તથા ટાટા કન્સલ્ટન્સી,બેંગ્લોર દ્વારા સમગ્ર ભારત માં યોજાઈ છે.વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી માં વધુ ને વધુ જાગૃત થાય તેવા હેતુ થી આ ક્વિઝ રમાડવા માં આવે છે જેમા જૂનાગઢ જિલ્લામાંથી 120 કરતા વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેમાં 15 વિદ્યાર્થીઓ આગામી 13 સપ્ટેમ્બર ના રોજ ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાએ જુનાગઢ જિલ્લાનું પ્રતીનિધિત્વ કરશે આ તમામ ભાગ લેતા તથા વિજ્યતા વિદ્યાર્થીઓ ને પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા ચેરમેન ગિજુભાઈ ભરાડ દ્વારા આશિર્વાદ આપ્યા હતા સાથે જૂનાગઢ જિલ્લા નું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમ લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ એક યાદીમાં જણાવેલ છે .

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)