ગુજરાત બોર્ડ ને સમકક્ષ પરીક્ષા, 2000 થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.
બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે અને સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરીક્ષાસંબંધી તણાવનો માહોલ જોવા મળે છે. આવા સમયમાં વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા નો અનુભવ આપવા અને તેમની તૈયારીને મજબૂત બનાવવા માટે, નોબલ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક ખાસ ફ્રી પ્રી-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રી-બોર્ડ પરીક્ષા તા. 3,4 અને 5 જાન્યુઆરીના રોજ યોજાશે. આ પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ બોર્ડ પરીક્ષા આપ્યા પહેલા વિદ્યાર્થીઓ માં આત્મવિશ્વાસ કેળવવાનો તેમજ વિદ્યાર્થીઓ પોતાનું સ્વ મૂલ્યાંકન કરી શકે તે છે.
આ પ્રી-બોર્ડ પરીક્ષા બોર્ડની નવી પેપર સ્ટાઈલ મુજબ અને બોર્ડના પરીક્ષાના માહોલને અનુરૂપ જ લેવામાં આવશે. આ પરીક્ષામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાન, જ્યારે ધોરણ 12ના કોમર્સના વિદ્યાર્થીઓ માટે નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્ર, 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મેથ્સ અથવા બાયોલોજી, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ તથા 12 આર્ટસના વિદ્યાર્થીઓ માટે મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર, આમ તમામ મૂખ્ય વિષયોની પરીક્ષા લેવામાં આવશે. ગુજરાતી તેમજ અંગ્રેજી એમ બંને માધ્યમના ગૂજરાત બોર્ડ ના વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા માં નિઃ શુલ્ક ભાગ લઈ શકશે.
જૂનાગઢ શહેર અને તેની આસપાસના વિસ્તારના શાળા -ટ્યુશન ક્લાસીસ ના 2000 થી વધુ વિદ્યાર્થીઓએ આ પ્રી-બોર્ડ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વધુમાં, વિદ્યાર્થીઓ માટે સ્પોટ રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ છે એટલે કે આ પરીક્ષા માં રજિસ્ટ્રેશન બાકી હોય અને ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ 3 તારીખે, સવારે 10 વાગે અથવા બપોરે 2 વાગે નોબલ યુનિવર્સિટી મેઇન કેમ્પસ, ભેસાણ રોડ કે સિટી કેમ્પસ, જોષીપરા માં આવી ફ્રી રજિસ્ટ્રેશન કરાવી શકે છે. નોબલ યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા માટે વિનામૂલ્યે ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે, નોબલ યુનિવર્સિટી દ્વારા ટોપ સ્કોર કરનારાઓને આકર્ષક ગિફ્ટ્સ, અને સ્કોલરશીપ આપી સન્માનિત કરાશે.
નોબલ યુનિવર્સિટીની આ પહેલ બદલ યુનિવર્સિટી ના પ્રમુખ શ્રી નીલેશ લેશિયા, ઉપપ્રમુખ શ્રી ગિરીશ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વી. પી. ત્રિવેદી, સંસ્થા ના કો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કે. ડી. પંડયા તેમજ સંસ્થા ના કુલપતિ ડૉ. એચ. એન. ખેર દ્વારા આ સફળ સંચાલન માટે સમગ્ર ટીમ ને શુભેચ્છા પાઠવી હતી અને પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ ને શુભકામના પાઠવેલ છે, જે સંસ્થા ના રજિસ્ટ્રાર અને ડીન ડૉ. જય તલાટી એ યાદીમાં જણાવેલ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)