જૂનાગઢ નેટર્મ શાખા ને એવોર્ડ થી સન્માનિત કરતા ગુજરાત રાજ્ય ના પોલીસ વડા વિકાસ સહાય…

જૂનાગઢ

CCTV કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં જૂનાગઢ નેત્રમ શાખાને સતત ૧૨ મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ આપી કુલ ૧૭માં એવોર્ડથી સન્માનીત કરતા ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય

ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી દ્રારા ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાંથી સારી કામગીરી ની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરી, ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય ના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર એનાયત કરવામાં આવે છે.

જૂનાગઢ રેંજના આઈ.જી.પી. શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા બનતા કોઇ પણ ગુન્હાનો ભેદ ત્વરીત ઉકેલવા, કોઇ વ્યક્તિનો કીંમતી સામાન ગુમ થયેલ હોય, ક્યાંય ભુલી ગયેલ હોય તો ત્વરીત તે સામાન શોધી, “પોલીસ પ્રજાનો મીત્ર છે” તે સુત્રને સાર્થક કરવા નેત્રમ શાખા ને સૂચના આપેલ છે.
જે અંતર્ગત જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. પી.એચ.મશરૂ અને ૨૬ પોલીસ સ્ટાફ તથા એન્જીનીયરશ્રીઓ ૨૪*૭ ફરજ બજાવે છે.

Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરવા સારૂ ગુજરાત રાજ્યના ડી.જી.પી.શ્રી ની કચેરી ખાતે નિયુક્ત કરેલ કમીટી દ્રારા રાજ્યના તમામ જીલ્લા દ્રારા વર્ષ ૨૦૨૩ના ક્વાર્ટર-૪ (તા.૧/૧૦/૨૦૨૩ થી ૩૧/૧૨/૨૦૨૩ સુધીના) સમયગાળા દરમ્યાન તથા ૨૦૨૪ ના ક્વાર્ટર-૧ (તા. ૧/૧/૨૦૨૪ થી ૩૧/૦૩/૨૦૨૪ સુધીના) સમયગાળા દરમ્યાન CCTV કેમેરાનો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનુ મુલ્યાંકન કરવામાં આવેલ હતુ. મુલ્યાંકન બાદ કમીટી દ્રારા જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બંને ક્વાર્ટરમાં બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આપવામાં આવેલ હતો. આમ જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં સતત ૧૨ મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂની ટીમના એએસઆઇ. વર્ષાબેન વઘાસીયા તથા પોલીસ કોન્સ. પાયલબેન વકાતરને ગાંધીનગર ખાતે ડી.જી.પી. શ્રી વિકાસ સહાય દ્રારા નેત્રમ શાખાને ૧૭ મી વખત એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત હજુ સુધી કુલ ૧૨ વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, બનાવના ભેદ ઉકેલાવાની કેટેગરીમાં ૧૨ વખત એટલેકે તમામ વખત જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમ દ્રારા ગુજરાતમાં પ્રથમ નંબર મેળવેલ છે, તેમજ 3 વખત ઇ -ચલણ ની કામગીરીમાં નંબર મેળવેલ છે, અને ૨ વખત ઇ-કોપ એવોર્ડ મેળવેલ છે અને જૂનાગઢ પોલીસને ગર્વ અપાવેલ છે.
વર્ષ એપ્રીલ -૨૦૨૧ થી માર્ચ – ૨૦૨૪ સુધી CCTV કેમેરાનો ઉપયોગ કરી જૂનાગઢ પોલીસ દ્રારા કુલ ૧૧૦૫ કેસના બનાવનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે જે ૧૧૦૫ કેસો પૈકી ૧૦૬૦ કેસો જૂનાગઢ જિલ્લાના અને ૪૫ જેટલા કેસો રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, દેવ ભૂમી દ્રારકા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, સુરતમાં બનેલ બનાવનો ભેદ જૂનાગઢ નેત્રમ શાખા દ્રારા ઉકેલાયેલ છે અને કુલ રૂ. ૪,૫૨,૯૦,૬૨૯/- (ચાર કરોડ બાવન લાખ નેવુ હજાર પાંચસો નવાણુ) નો મુદામાલ રીકવર કરી પ્રજાને સુપરત કરેલ છે.

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતાની સીધી દેખરેખ હેઠળ નેત્રમ શાખા કાર્યરત છે અને નેત્રમ શાખામાં પીએસઆઇ. પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, એ.એસ. આઇ. પ્રતિકભાઇ કરંગીયા, હે.કોન્સ., રામશી ડોડીયા, પો.કોન્સ. રાહુલગીરી મેઘનાથી, વિક્રમભાઇ જીલડીયા, જાનવીબેન પટોડીયા, હીનાબેન વેગડા, હરસુખભાઇ સીસોદીયા, ચેતનભાઇ સોલંકી, શિલ્પાબેન કટારીયા, હાર્દીકસિંહ સીસોદીયા, અંજનાબેન ચવાણ, પાયલબેન વકાતર, તરૂણભાઇ ડાંગર, ગિરીશભાઇ કલસરીયા, વિજયભાઇ છૈયા, સુખદેવભાઇ કામળીયા, રૂપલબેન છૈયા, એન્જીનીયર રેયાઝ અંસારી, મસઉદઅલીખાન પઠાણ, નિતલ મહેતા, કીસનભાઇ સુખાનંદી, ધવલભાઇ રૈયાણી, જેમીનભાઇ ગામી, સતિષભાઇ ચૌહાણ એમ કુલ ૨૬ સ્ટાફ દ્રારા CCTV કેમેરાથી ૨૪*૭ મોનીટરીંગ કરી અને કામગીરી કરવામા આવે છે.

જૂનાગઢ નેત્રમ શાખા ની ટીમને અગાઉ માહે જાન્યુ ૨૦૨૧માં, ઓગષ્ટ-૨૦૨૧, ડિસેમ્બર-૨૦૨૧ એપ્રીલ–૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), જૂન-૨૦૨૨, સપ્ટેમ્બર-૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), ડીસેમ્બર-૨૦૨૨, ફેબ્રુઆરી-૨૦૨૩, એપ્રીલ-૨૦૨૩ અને જુલાઇ–૨૦૨૩, સપ્ટેમ્બર -૨૦૨૩ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), ફેબ્રુઆરી– ૨૦૨૪ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં), જુન–૨૦૨૪ (બંને ક્વાર્ટરમાં બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં) પણ ડી.જી.પી.શ્રી દ્રારા એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ હતા. આમ જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમને ડી.જી.પી.શ્રી દ્રારા ફક્ત 3 વર્ષના અંતરે ૧૭ – ૧૭ વખત શ્રેષ્ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે.

જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત નેત્રમ શાખા દ્રારા ક્વાર્ટર-૪ (તા. ૦૧/૧૦/૨૦૨૩ થી ૩૧/૧૨/૨૦૨૩ સુધીના) સમયગાળા દરમ્યાન તથા ૨૦૨૪ ના ક્વાર્ટર-૧ (તા.૧/૧/૨૦૨૪ થી ૩૧/૦૩/૨૦૨૪ સુધીના) સમય ગાળા દરમ્યાન CCTV કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવાની કેટેગરીમાં ડી.જી.પી. શ્રી વિકાસ સહાય ના હસ્તે બંને ક્વાર્ટરમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર એવોર્ડ મેળવી અને જૂનાગઢ પોલીસનુ ગૌરવ વધારતી નેત્રમ શાખાની સમગ્ર ટીમને જૂનાગઢ રેંજના આઈ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી. એ.એસ.પટણી, જૂનાગઢ ડીવીઝનના ડી.વાય. એસ.પી. શ્રી એચ.ડી.ધાંધલીયા, કેશોદ ડી.વાય.એસ.પી. શ્રી બી.સી.ઠક્કર તથા માંગરોળ ડીવીઝનના ડી.વાય.એસ.પી. શ્રી ડી.વી.કોડીયાતર, ડી.વાય. એસ.પી. શ્રી જે.કે.ઝાલા, ડી.વાય.એસ.પી. શ્રી નીકીતા શીરોયા દ્રારા પણ અભિનંદન આપવામાં આવેલ છે…

અહેવાલ: – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)