જૂનાગઢ
માં રાજ્યના ડિજીપી દ્વારા ૧૩ મો એવોર્ડ મળ્યો છે. દર ત્રણ મહિને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. એપ્રિલ ૨૦૨૧ થી જૂન – ૨૦૨૪ સુધીમાં નેત્રમ શાખા દ્વારા ૧૨૭૨ બનાવના ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત કરી છે.ત્રણ વર્ષમાં ૧૨૭૨ થી વધુ બનાવના ભેદ ઉકેલાયા, હિટ એન્ડ રનના ૧૭૫, અપહરણના ૩, ગુમ થયેલા ૨૧૬, ખોવાયેલ સામાન ૨૯૫, લૂંટ ૨૪, ચોરીના ૩૦૨, ખૂનના ૧૨, હત્યાની કોશિશના ૬, પ્રોહીબિશનના ૪૨, આપઘાતના ૭, છેતરપીંડીના ૩૨ તેમજ અન્ય ૧૫૮ કેસોમાં સફળતા મળી છે. ૫ કરોડથી વધુનો મુદ્દામાલ લોકોને પરત કરવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કુલ ૧૩ વખત કામગીરીનું મૂલ્યાંકન કરી જૂનાગઢ નેત્રમ શાખાને એવોર્ડ મળ્યા છે. જેમાં ત્રણ ઈ ચલણની કામગીરી પર અને બે વખત ઈ કોપ એવોર્ડ પ્રાપ્ત થયા છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)