જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જુનાગઢ જીલ્લા ઇ.ચા પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જીલ્લા તેમજ બહારના જિલ્લાના તેમજ બહરાના રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે નાસતા- ફરતા/પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપેલ હોય જે અન્વયે લોકલ ક્રાઈમ બ્રાચના પો.ઈન્સ શ્રી જે.જે.પટેલ સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ.કે.બી.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના માાણસો હ્યુમન અને ટેકનીકલ સોર્સના માધ્યમથી સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડ ટીમને બાતમી હકિકત મળેલ કે,જુનાગઢ જીલ્લાના એ.ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં- ૧૧૨૦૩૦૨૩૨૩૦૬૧૦/૨૦૨૩ આઇ.પી.સી.કલમ ૩૦૨.૩૦૭ વિગેરે મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી આસીફ ઉર્ફે સોયમ બોદુભાઇ ઠેબા રહે,જુનાગઢ ધારાગઢ દરવાજા હુરે ઇલાહી મસ્જીદ પાસે વાળો હાલ સીવીલ હોસ્પીટલ ગીરનાર દરવાજા રોડ પાસે નિકળવાનો હોય અને તેને શરીરે લીલા કલરનુ ટી-શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે.તેવી હકીકત મળેલ હોય જે હકિકત આધારે ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ વોચ તપાસમા રહેતા ઉપરોક્ત બાતમી હકીકત વાળો એક ઈસમ મળી આવેલ જેનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ આસીફ ઉર્ફે સોયમ બોદુભાઇ ઠેબા જાતે ગામેતી ઉવ.આશરે ૨૪ ધંધો મજુરી રહે જુનાગઢ ધારાગઢ દરવાજા હુરે ઇલાહી મસ્જીદ પાસે વાળો હોવાનુ જણાવતો હોય અને મજકુર આરોપીને ઉપરોકત ગુન્હાના કામે છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોવાની કબુલાત આપતો હોય જેથી આરોપીને ઉપરોક્ત ગુન્હાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે જુનાગઢ જીલ્લાના એ ડીવીઝન પો.સ્ટેને સોપવામા આવેલ છે,
- હસ્તગત કરેલ આરોપીનુ નામ, સરનામુ:-
આસીફ ઉર્ફે સોયમ બોદુભાઇ ઠેબા જાતે ગામેતી ઉવ.આશરે ૨૪ ધંધો મજુરી રહે જુનાગઢ ધારાગઢ દરવાજા હુરે ઇલાહી મસ્જીદ પાસે - સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ ની વિગત-
આ કામગીરીમા (૧) પોલીસ .ઇન્સપેકટર.શ્રી જે.જે.પટેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ તથા (૨) પો.સ.ઇ.શ્રી કે.બી.ચૌધરી પેરોલ ફલો સ્કોડ તથા (૩) એ.એસ.આઇ. ઉમેશચંદ્ર મહેશચંદ્ર વેગડા પેરોલ ફ્લો સ્કોડ તથા (૪) પો.કોન્સ. દિનેશભાઇ છૈયા પેરોલ ફલો સ્કોડ તથા (૫) પ્રવિણસિંહ મોરી પેરોલ ફ્લો સ્કોડ તથા (૬) વુ.પો.કોન્સ. સેજલબેન ગળચર પેરોલ ફલો સ્કોડ નાઓએ સાથે મળી પ્રશંસનીય કામગીરી કરેલ છે .
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)