જૂનાગઢ પોલીસ દ્વારા ખોવાયેલ મોબાઈલ ગણતરી ની કલાકો માં પરત કરાયો..

જૂનાગઢઃ

જૂનાગઢમાં રૂ.૧૧,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરી ની ક્લાકોમાં શોધી આપેલ.

જૂનાગઢ શ્રીહાર્દિકભાઇ પ્રદિપભાઇ વાઘેલા જલારામ સોસાયટી થી મધુરમ તરફ પોતાની એક્ટીવા લઇને જતા હતા તે દરમ્યાન તેમનો રૂ.૧૧,૦૦૦/- ની કિંમતનો Redmi 10 મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયેલ આથી નેત્રમ શાખા ને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. ચેતનભાઇ સોલંકી, હાર્દિકભાઇ સિસોદીયા, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી.

મોબાઈલ ફોન ગણતરી ની કલાકો માજ પોલીસ દ્વારા પરત અપાયો.

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા હાર્દિકભાઇનો મોબાઇલ ફોન અક્ષરધામ મંદિર પાસે પડી ગયેલ તેવું જાણવા મળતા તુરંત જ એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા તે મોબાઇલ ફોન ઉઠાવી લેવાનું CCTV માં સ્પષ્ટ ધ્યાને આવતા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા બાઇક ચાલકના રજી. નં. GJ-11-CK- 0483 શોધી બાઇક ચાલકનો સંપર્ક કરી મોબાઈલ રીકવર કરી સહિ સલામત શ્રી રઘુવીરભાઇ ને પરત આપતા તેમણે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)