જૂનાગઢ પોલીસ દ્વારા ખોવાયેલ થેલો ૧ જ દીવસમાં પરત અપાવ્યો…

જૂનાગઢ

જૂનાગઢમાં રૂ.૧૦,૦૦૦/- ની કિંમતની ચાંદીની કડલી સહિતના સામાનનું બેગ ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ૧ જ દીવસમાં શોધી આપેલ.

જૂનાગઢ તા.૫/૬ ચોરવાડીના વતની શ્રી પાર્થભાઈ ભટ્ટ તેમના બહેનના ઘરેથી બસ સ્ટેશન જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ ગાંઘી ચોક ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનું સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ આથી આ બાબતની જાણ નેત્રમ શાખા ને કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ હિનાબેન વેગડા, વિજયભાઇ છૈયા, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી પાર્થભાઇ તથા તેમના બહેન ગાંધી ચોક પાસે જે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી તે ઓટો રિક્ષાનો રજી નં. GJ-07-VW-4336 શોધી પોલીસ દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે બેગ તેમની પાસે હોવાનું જણાવેલ .આથી પોલીસ સ્ટાફ દ્વારા સામાનનું બેગ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવતા શ્રી પાર્થભાઈ એ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

આમ સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

અહેવાલ- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)