*જૂનાગઢ પોલીસ ની નેત્રમ શાખા ની સરાહના ચોતરફ*
*જૂનાગઢમાં રૂ.૨,૫૦૦/- ની કિંમત ના સામાનનું બેગ ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરી ની ક્લાકોમાં શોધી આપેલ.*
જૂનાગઢ ના અરજદારશ્રી ઉર્વશીબેન બિપીનભાઇ માલવીયા પંચહાટડીમાં ખરીદી કરવા ગયેલ, ખરીદી કરી જોષીપરા ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયુ કે તેમનું રૂ.૨,૫૦૦/- ની કિંમતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ છે, આથી આ બાબત ની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ને કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી.શ્રી એ.એસ.પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ. શ્રી પી.એચ.મશરૂ, પો.કોન્સ હાર્દિકભાઇ સિસોદીયા, અંજનાબેન ચવાણ, જાનવીબેન પટોળીયા, એન્જીનીયર પિયુષભાઇ ટાંક સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી,
*અરજદાર ઉર્વશીબેન ને ગણતરી ની મિનિટો માજ થેલો પરત અપાયો..*
ઉર્વશીબેન જે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ-11-TT- 8900 શોધી પોલીસ સ્ટાફ દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે બેગ તેમની પાસે હોવાનું જણાવતા પોલીસ સ્ટાફ દ્વારા ઉર્વશીબેન માલવીયાનું બેગ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવતા ઉર્વશીબેને જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
*પોલીસ પ્રજાની મિત્ર નું સૂત્ર સાર્થક કરવા જૂનાગઢ પોલીસ હમેશા કટિબદ્ધ..*
આમ સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)