*જૂનાગઢ પોલીસ ની સરાહનીય કામ ગિરી ની પ્રશંસા..

*જૂનાગઢ પોલીસ ની સરાહનીય કામ ગિરી ની પ્રશંસા..

 

*જૂનાગઢમાં રૂ.૩,૦૦૦/- રોકડ તથા અગત્યના સામાન સહિતનું બેગ ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ફક્ત ૨ ક્લાકમાં શોધી આપેલ.*

જૂનાગઢ અરજદારશ્રી પ્રિયાબેન કેલૈયા તેમના પરિવાર સાથે તળાવ ગેટ પાસે આવેલ V-Mart માં ખરીદી કરી પોતાના ઘરે જવા માટે ઓટો રિક્ષામાં ઝાંઝરડા રોડ પર રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનું રૂ.૩,૦૦૦/- રોકડ તથા અન્ય સામાન સહિતનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ

*નેત્રમ શાખા ની મદદ થી પોલીસ દ્વારા ઘણાજ લોકો નો સમાન પરત કરાયો છે..*

આથી આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ને કરતાં નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ, પો.કોન્સ હરસુખભાઇ સિસોદીયા, વિક્રમભાઇ જીલડીયા, એન્જીનીયર જલ્પાબેન રામ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી પ્રિયાબેન તથા તેમનો પરિવાર ઝાંઝરડા રોડ પાસે જે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા પ્રિયાબેન પોતાનું રૂ.૩,૦૦૦/- રોકડ તથા અગત્યના સામાન સહિતનું બેગ જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ-09-AX-1312 શોધી પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે બેગ તેમની પાસે હોવાનું જણાવતા જૂનાગઢ નેત્રમ શાખા ના પોલીસ સ્ટાફ દ્વારા પ્રિયાબેન કેલૈયાનુ બેગ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવતા તેમણે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

અહેવાલ :-જગદીશ યાદવ (જૂનાગઢ)