પોતે જૂનાગઢ પોલીસ બેડા માંથી નિવૃત્તિ જાહેર કરી પણ પોતાની કારકિર્દી ની શરૂઆત થી જ મહેનત અને કંઈક સત્ય એ તેમની સાથે રંગ લાવ્યું જોવો તેમનો વિશેષ અહેવાલ 👇
પુરૂ નામ (અટક, નામ પિતાનું નામ)
સરનામું મોબાઇલ નંબર,
- મહેતા હર્ષદ બાબુભાઇ
ગરમલી (ચરખા) વાચા-ચલાલા તા.ધારી જી.અમરેલી
મોબાઇલ નં 9638737117
ર.માતાનું નામ - નર્મદાબેન
૩.જન્મ તારીખજન્મ સ્થળ - ૨૬૦૫/૧૯૭૪
ગરમલી (ચરખા)
૪. બચપણ ાં વિત્યું અભ્યાસ વિગેરેની વિગત - ગરમલી (ચરખા) ગામમાં બાળપણ વિત્યું પ્રાથમીક શાળાનું શિક્ષણ ગામમાં જ મર્યાદિત સંસાધનો વાળી પ્રાથમિક શાળામાં લીધું સામાન્ય વિધાર્થી તરીકે જીવનના શિક્ષણની શરૂઆત કરી માધ્યમિક શિક્ષણ ગામથી પાંચ કિલોમીટર દુર આર.કે.એમ.એમ. હાઇસ્કુલ, ચલાલા ખાતે સાયકલ પર કે ચાલતા અપ-ડાઉન કરી મેળવ્યું (૧૯૮૯) વર્ષ-૧૯૯૦-૯૧ માં સરકારી અધ્યાપન મંદિર, વડીયા, જિ. અમેરેલી ખાતેથી પી.ટી.સી. પુર્ણ કરી માત્ર- ૧૭ વર્ષની ઉંમર હોય સરકારી નોકરીમાં ૧૮ વર્ષની વય મર્યાદા હોય જેથી એક વર્ષ ઉંમર નાની હોવાથી સહાધ્યાયીઓ શિક્ષક તરીકે નોકરીમાં જોડાયા પરંતું પી.ટી.સી.માં ઉચ્ચ ગુણાંક હોવા છતાં ઓછી ઉંમરના કારણે સરકારી નોકરી મળી શકી નહીં.
ત્યાર બાદ વધુ અભ્યાસ ચાલુ કરવા ફરી ઉચ્ચત્તર માધ્યમિક ચલાલા ખાતે પુર્ણ કરી અંગ્રેજી વિષય મુખ્ય રાખી પ્રતાપરાય આર્ટસ કોલેજ અમરેલી ખાતેથી સ્નાતકમાં અંગ્રેજી મુખ્ય વિષય સાથે કોલેજમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો ત્યાર બાદ અનુસ્નાતક માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ ખાતે ૧૯૯૮ વર્ષના યુનિવર્સીટીમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો. બાદમાં નોકરી દરમ્યાન -2006-07 માં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ ખાતેથી શિક્ષણશાસ્ત્રમાં અનુસ્નાતક (ME) ની ડીગ્રી પણ મેળવી.
૫.આપનું સંઘર્ષમય જીવન
A. પ્રારંભમાં પિતાજીની શિક્ષક તરીકેની મર્યાદિત આવકમાં ચાર દિકરાઓને ભણાવવા, દાદા-દાદી, વડીલોને સંભાળવા તથા સામાજિક જવાબદારીઓ વચ્ચે આર્થિક સંકડામણમાં ઉંચ્ચ અભ્યાસ કરવામાં સંઘર્ષની શરૂઆત થઇ
B. પી.ટી.સી. પુર્ણ થવા છતાં ઉંમરના કારણે નોકરીમાં જોડાઇ ન શક્યા
C. MA. (અંગ્રેજીમાં) ગોલ્ડ મેડલ હોવા છતાં પરીણામ આવવાના બે જ માસમાં ભરતી પર પ્રતિબંધ આવ્યો અને લાંબા સમય સુધી ભરતી કોલેજમાં વ્યાખ્યાતાની ન થઇ.
D. M.A. ના બીજા વર્ષમાં મોટી માંદગી આવી
K. DySP માં પસંદગી થયા બાદ તાલીમ શરૂ થાય તે પહેલા થાપાના બંન્ને સાંધામાં ચાલી ન શકાય તે રીતે રૂમેડોઇડ આર્થરાઇટીસના કારણે છ માસ પથારી વશ, ૨૦ થી વધુ એલોપથ ડોકટરની સારવાર નિષ્ફળ નિવડી, તાલીમની શરૂઆત શારીરિક સ્વાસ્થના સંઘર્ષથી શરૂ થઇ.
૬. હાથ પકડનારા મદદ કરનાર અંગેની માહીતી - સંયુક્ત કુટુંબ-માતા-પિતા, ભાઇઓ અને મિત્રો,
૭. જીવનયાત્રા આગળ કેવી રીતે વધી ?
- નાના-નાના ડગલાઓ, નાની-નાની સફળતાઓ સાથે હકારાત્કમ અભિગમ અને વધુ સારૂ કશુંક કરવા અંગેની ધુન- જીવનયાત્રાને આગળ વધારી રહી છે.
૮. જીરો હોય છતાં હીરો કેમ બનાય ?
- દરેક મનુષ્યની અંદર અપાર ક્ષમતાઓ પડેલી છે અંદરની ક્ષમતાઓને ઓળખી, ધીરજ અને ખંત પૂર્વક નિષ્ઠા સાથેના પ્રયાસો તથા યોગ્ય દિશ સાથેના કરેલા પ્રયાસો રોમાંથી હીરો બનાવી શકે છે. કોઇ કાર્યને વળગ્યા રહેવાથી નાની નાની મુશ્કેલીઓનો સામનો કરી ધીરજ પુર્વક આગળ વધી શકાય છે.
૮. આપની અનુભવીની હું વાત ?
2 - જીવન ઘણું સરળ છે, જીવન જીવવાની કેટલીક ચાવીઓ બધે જ કારગત હોય છે. જીવનને જાગૃત બનીને, તટસ્થ બનીને જાતનું વાસ્તવીક મુલ્યાંકન કરી પ્રયાસો સતત કરવામાં આવે તો ઇચ્છિત પરીણામ મેળવી શકાય છે. જીવન ઉર્જાને જે દિશામાં વાળવામાં આવે ત્યાં પરીણામ મળે છે.
૧૦. અભ્યાસ માટે શું કહો છો ? - અભ્યાસ (શિક્ષણ) એ વ્યક્તિગત છે. ગ્રામ્ય કે શહેર ગરીબ કે ધનવાન, સામાજીક પરીસ્થિતી, કે અન્ય કોઇ કારણો પ્રબળ ઇચ્છાશક્તિને રોકી શકતા નથી અભ્યાસ એ માત્ર શાળા-કોલેજોમાંથી મળે એવું નથી રોજ બરોજના જીવનમાં જાગૃત અવસ્થામાં આસપાસમાં બનતી ઘટનાઓ, પરીસ્થિતીઓ કે સંજોગોમાં અભ્યાસ થઇ જતો હોય છે. પુસ્તક વાંચન એ અભ્યાસ માટે ખુબજ મહત્વનું છે.
૧૧, હદયની કઇ વાત ખરી ?
લાગણીથી છલોછલ જીવન
૧૨. શું ગમે શું ના ગમે ? - કોઇ ખાસ ગમાં કે અણગમામાં કોઇ જડતા નથી.
પરીસ્થિતી પ્રમાણે સમાયોજન, સાધી લેવાનું ગમે છે.
૧૩. ભાવિ વિચાર શું છે. ?
14 “આપો દિયો ભવ” -અંદરના પ્રકાશને શોધવો, પ્રજ્વલીત કરવો અને આસપાસમાં ઉજાસ ફેલાવવો ભાવી વિચાર
છે.
૧૪. સામાજીક દાયિત્વ શું - જન્મથી શરૂ કરી- કુટુંબ, શાળા, ગામ, આસપાસનો સમાજ, વ્યવસાયમાં મદદ કરનાર અનેક-અનેક લોકોના મારા
પર ઋણ છે સાથે સાથે જાણતા અજાનતા પણ આસપાસના માનવીય, પ્રાકૃતિક ઋણ હોય છે જેના માટે જ્યા-
જેવી રીતે અને જેટલી ઉત્તરદાયિત્વ માટેની તક મળ્યે યથા યોગ્ય પ્રયાસ કરવો
૧૫, વિદ્યાર્થીઓ ભાઇ બહેનોને શું કહો છો ?
વિદ્યાર્થીઓ આસ-પાસ ના જગતને તથા પોતાની જાતને તટસ્થ રીતે જોવાની ટેવ પાડે. વાંચન વિચારવું અને વર્તનમાં મુકવાની ટેવ ઇચ્છિત પરીણામો આપવામાં ખુબજ ઉપયોગી થાય છે. સારી ટેવો પાડવી પોતાની ઉર્જાને
ઓળખી, વધુમાં વધુ તેનો ઉપયોગ થાય તેવા પ્રયાસો કરવા
૧૬. પ્રેરણાદાતા કોણ ? - માતા-પિતા, શિક્ષકો, પુસ્તકો, મહાપુરૂષોના જીવન વૃત્તાંત
૧૭. ભાવિ જગત આપને શી રીતે થાદ કરે ?
૧૮. ધર્મ વિશે શું કહો છે ? માનવતાથી ઉપર કોઇ ધર્મ નથી માનવીય મુલ્યો, પ્રેમ, કરૂણા વિગેરે ધર્મના આધાર સ્થંભો છે, વૈચારિક વિશાળતા આવે અને પૂર્વગ્રહો, જડતા, માન્યતાઓ કે સંકુચિતતામાંથી બહાર લાવે તે જ સાચો ધર્મ
૧૯. આપના સંભારણા કઇ ખરા ? માન, સન્માન, એવોર્ડ, સિધ્ધિઓ - ૧૯૯૮ – સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગોલ્ડ મેડલ (M.A. અંગ્રેજી) રાજકોટના ચકચારી કેસ “સ્ટોન કિલર”ને પકડવાનો ૨૦. સેવા વિશે શું કહો છો ?
- સાહજિક ભાવ સાથે પરમાર્થે કરેલ કાર્ય એટલે સેવા. કોઇ તર્ક,વિચાર કે બદલામાં કશુંક મેળવવાની ઇચ્છા સાથે કરેલા કાર્યને સેવા ગણી શકાશે નહિ. નામના, યશ, કિર્તી કે અહમ સાથે કરેલ કાર્યો ક્યારેય “સેવા” ન બની શકે. પ્રબળ ભાવ સાથે અન્ય માટે કરેલ પ્રાર્થના પણ “સેવા” છે. યશ, કિર્તી કે નામના માટે કરેલ કાર્યને સેવા ગણી શકાય નહિ.
૨૧. જીવનને આપે ઉજળું કઇ રીતે કર્યું ? આપની સકસેસ સ્ટોરી સમસ્યા રહીત માનવ જીવનની કલ્પના કરવી અશક્ય છે
સાવ સામાન્ય પરિસ્થિતિ અને ગામડામાંથી આવવું અને ધીમે-ધીમે સંઘર્ષ કરતા અહી સુધી પહોંચવાની સફરમાં કેટકેટલાંય સંઘર્ષોમાંથી પરાસ થવું પડ્યું. આજે એવું લાગે છે કે આ બધા સંઘર્ષો અને અગવડતાઓ (Adverslties) માં હકારાત્મક અભિગમ સાથે ટકી રહેવાથી જીવનને થોડું ઘણું ઉજળું કરી શક્યા એવું લાગે છે. આ બધુ સતત ચાલતી પ્રક્રિયા છે. હજુ ઘણું કરવાનું બાકી છે. કોઇ હોદો કે પદ થી મળતી પ્રતિષ્ઠાએ જીવનની સફળતાનો એક
XO
→
Google Play
નાનો ભાગ છે. જીવનની સફળતા બહુ આયામી (Muticimensional) હોય છે. દરેક આયામોમાં સફળ થવું એ ખરા અર્થમાં જીવનની સાર્થકતા ગણાશે
૨૨. યુવા પેઢીને આપનો શું સંદેશ ? - યુવાનોમાં અપાર ઉજા છે. આ ઉર્જાને કોઇ એક દિશામાં કેન્દ્રિત કરી પોતાના માટે તેમજ કુટુંબ, સમાજ અને રાષ્ટ્રને હિતકારી હોય તેવું કશુંક કરી શકવા પ્રત્યેક યુવાન સક્ષમ હોય છે. પોતાની જાત પર ભરોસો રાખી જ્યાં છે ત્યાંથી ઉપર ઉઠવા શ્રેષ્ઠ અને સતત પ્રયાસો કરે. યોગ્ય દિશામાં શ્રેષ્ઠ અને સતત કરાયેલા પ્રયાસો હંમેશા વ્યક્તિને ઉપર ઉઠવા માટેના સંજોગો પુરા પાડે છે પરિસ્થિતી કે સંજોગોમાં મજબૂર શિકાર થઇને માથે હાથ દઇને નાસીપાસ થઇ જવા કરતા સંપૂર્ણ હોશ અને જોશ સાથે કરેલા શ્રેષ્ઠ પ્રયાસો પણ જીવનને આનંદિત કરી શકવા પુરતા છે. માત્ર સફળતા અને નિષ્ફળતા વચ્ચે ઝોકાં ખાવા કરતા પ્રસન્નતા પૂર્વકના અડગ પ્રયાસો જીવનને ઉજળું બનાવી શકે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)