જુનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ જુગારની પ્રવૃત્તિ પર લગામ કસવા માટે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહીલ અને આર.કે. પરમારની માર્ગદર્શિકા હેઠળ પોલીસે હાથીખાના પાસે “યાદવ” નિવાસ નામના મકાનમાં ગંજીફાના પાનાં અને રોકડ રકમથી હાર-જીતનો રોન પોલીસ જુગાર રમાતા હોવાની ગુપ્ત માહિતીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરતાં ખાસ વોરંટ મેળવ્યા બાદ સ્થળ પર રેઇડ કરીને 8 આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા રૂ. 61,200/-, નવ મોબાઈલ ફોનની અંદાજે કિંમત રૂ. 60,000/-, બે ફોર વ્હીલર કાર રૂ. 3,00,000/-, બે મોપેડ રૂ. 40,000/- તેમજ જુગાર માટે ઉપયોગમાં લેવાતા પત્તા સહિત કુલ રૂ. 4,61,200/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં शुभમ યાદવ, નિશિત યાદવ, વિરેન ડોલાસીયા, નીર્મલ સોલંકી, યશ વાઘેલા, સંજય ગોરીયા, વિરમ ઝાલા અને યોગેશ મેઘનાથીનો સમાવેશ થાય છે. આ તમામ સામે જુગારધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે. આ સફળ ઓપરેશનમાં જમાવટપૂર્વક કામગીરી કરનાર સ્ટાફમાં પો.હે.કો. પરેશભાઈ હુણ, કૈલાસભાઈ જોગીયા, રવિન્દ્રભાઈ વાંક, મુકેશભાઈ મકવાણા, કરશનભાઈ ભારાઈ, ભુપતભાઈ ધુળા, જેઠાભાઈ કોડીયાતર, રમેશભાઈ કરંગીયા અને ચિરાગભાઈ વરૂનો સમાવેશ થાય છે, જેમની ટીમવર્કથી આ મહત્વની કાર્યવાહી શક્ય બની છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ