શ્રી શંભુ પંચ અગ્નિ અખાડા એવમ્ ભારત સાધુ સમાજ ના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી મુકતાનંદ બાપુ ના ૬૬મા પ્રાગટ્ય દિવસ ની 17-મે ના રોજ ઉજવણી થશે.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનાં ચાંપરડા સુરેવધામ આશ્રમના મહંત અને બ્રહ્માનંદ શૈક્ષણિક સંકુલ, અંબે હોસ્પિટલ ના સ્થાપક તેમજ શ્રી શંભુ પંચ અગ્નિ અખાડાના સભાપતિ અને ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અઘ્યક્ષશ્રી પૂ. મુકતાનંદ બાપુ ના તા.૧૭મી મેં ના રોજ ૬૬માં જન્મ દિવસની સેવક સમુદાય દ્વારા સેવા દિવસ તરીકે ઉજવવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
પૂ. મુકતાનંદ બાપુના જન્મ દિવસને લોક દિવસ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યો છે,
જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર-ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ સહિતના રાજ્યમાં વિવિધ જગ્યાએ ૩૧ રક્તદાન કેમ્પ ૪૦ સર્વરોગ નિદાન કેમ્પ, ૧૦ પર્યાવરણ જાગૃતિ કેમ્પ તથા વિવિધ જગ્યાએ દેહદાન ચક્ષુદાન ના સંકલ્પો લેવાશે.
પૂ.બાપુ ના તંદુરસ્ત લાંબા દિર્ઘાયુ માટે મંદિરો, સ્કૂલોમા,સંસ્થાઓમાં વિશેષ પ્રાર્થના નું આયોજન છે,
તેમજ પુસ્તકો દ્વારા તુલા વિધિ થશે, લાઇબેરી ખુલ્લી મુકવામાં આવશે ઉપરાંતમાં જૂનાગઢ ખાતે ભવનાથ અન્નક્ષેત્ર અને બીલનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પૂ. મુક્તાનંદ બાપુ ના સહયોગ અને આશીર્વાદ થી ઘણા સમયથી અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે, જેમાં સવાર- સાંજ બે ટાઈમ મળીને આશરે ૬૦૦ થી વધુ અનાથ,અશકત અને જરૂરતમંદ લોકો ભોજન પ્રસાદ લઈ જાય છે અને જમવા ન આવી શકે તેવા વડિલોને ટીફીન પણ ભરી આપવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, આ અન્નક્ષેત્રમા બાપુ ના જન્મ દિવસની ઉજવણી રૂપે કેરીના રસ નું જમણ નું આયોજન કરવામાં આવ્યું છે તેમ અન્નક્ષેત્રના વ્યવસ્થાપક શ્રી ચંદુભાઈ એ જણાવ્યું છે.
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)