જૂનાગઢ
ગત તારીખ 23 ના રવિવાર ના રોજ ભવનાથ વિસ્તાર માં હળવો વરસાદ આવેલ જે વરસાદ ને કારણે દામોદરકુંડ માં મહાકાય મગર આવી ચડેલ હતી અને આ મગર ના ફોટો તથા વિડીયો સોશિયલ મીડિયા માં વાઇરલ થયેલ હતા.
તારિખ 25-જૂન મંગળવાર ના રોજ આ મગર દામોદરકુંડ ના કિનારા પર હોવાની જાણ ફોરેસ્ટ વિભાગ ને કરાઈ હતી. જેથી ફોરેસ્ટ વિભાગ ની તથા વસુંધરા નેચર ક્લબ ની સમગ્ર રેસ્ક્યુ ટિમ દામોદરકુંડ પર પહોંચી ગયેલ.દામોદરકુંડ માંથી 2 મગર પકડી સલામત સ્થળ પર છોડી દેવામાં આવી હતી.
અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ ( જૂનાગઢ)