જૂનાગઢ ભૂતનાથ મંદિર સત્સંગ હોલ ખાતે ગિરનાર મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો.

ગિરનાર મહોત્સવ જૂનાગઢમાં છેલ્લા ઘણાં વર્ષોથી ઉજવવામાં આવે છે તે મુજબ ચાલુ વર્ષે ભૂતનાથ મહાદેવ મંદિર સત્સંગ હોલ, જૂનાગઢ ખાતે યોજાયો હતો જેમાં ભારતના વિવિધ પ્રાંતના 100 થી વધારે કલાકારોએ તેમની કલા રજુ કરી હતી, આ કાર્યક્રમમાં રોજે રોજ જૂનાગઢના વિવિધ નગર શ્રેષ્ટિઓએ દીપ પ્રાગટ્યમાં હાજરી આપેલ હતી તેમજ કલાકારોને સર્ટીફીકેટ આપી ખેશ પહેરાવી શીલ્ડ આપી પ્રોત્સાહિત કરેલ હતા.


આ કાર્યક્રમમાં પદ્મશ્રી ઉમાકાન્ત ગુડેચા, ભોપાલ શ્રી માન દિલીપ શિંદે આઈ એ એસ મહારાષ્ટ્ર ગવર્મેન્ટ, જૂનાગઢના શ્રી જીતુભાઈ ભીંડી, ધીરુભાઈ પટેલ, સીમાબેન પુરોહિત, ચેતનાબેન પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના આયોજક શ્રી એમ કે પટેલ, મુંબઈ અને રાજુભાઈ સોનપાલ, વિનુભાઈ પટેલ,રાજુભાઈ ઠાકર અને શૈલેષ પંડ્યા ની ટીમે કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)