◆ જૂનાગઢ મગફળી કૌભાંડ: કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયાની તીવ્ર પ્રતિક્રિયા
◆ વીરડી સહકારી મંડળી પર 1000 કરોડના મગફળી કૌભાંડનો આક્ષેપ
◆ માળિયા તાલુકાના હળધાર પેપર મિલ ગોડાઉનમાં કૌભાંડ થયું હોવાની શંકા
◆ G-20 મગફળીના બદલે રાજસ્થાનની G-37 નબળી ગુણવત્તાની મગફળી ગોડાઉનમાં નાખ્યાનો આરોપ
◆ સારી મગફળી બજારમાં વેચી, રાજસ્થાનથી નબળી ગુણવત્તાની મગફળી લાવી ગોડાઉનમાં ભરવાનો ઘોટાળો?
◆ સરકાર વીરડી સહકારી મંડળીના સમર્થનમાં કેમ મૌન છે?
◆ જો કૌભાંડ ન થયું હોય, તો સરકાર ગોડાઉન તાત્કાલિક ખુલ્લું મૂકવા તૈયાર કેમ નથી?
◆ સુરેન્દ્રનગર ગોડાઉનમાં આગ લાગેલી ઘટના જેવી ગડબડ અહીં પણ થાય તો નવાઈ નહીં!
◆ ડ્રાઈવરોના નિવેદન મુજબ 21000 બોરી નબળી ગુણવત્તાની મગફળી ગોડાઉનમાં મુકાઈ
◆ 45-45 ટ્રક ફેરા રાજસ્થાનથી કરાયા હોવાની દાવો
◆ ગોડાઉનમાં કોઈ હથિયાર કે ગૂપ્ત માહિતી નથી, તો સરકાર ગોડાઉન ખુલ્લું મૂકવા ડરી કેમ રહી છે?
◆ ગુજરાત કિસાન કોંગ્રેસની સરકાર સમક્ષ સ્પષ્ટ માંગ: તાત્કાલિક ગોડાઉન મીડિયા માટે ખુલ્લું મુકાશે!
સંવાદદાતા: જગદીશ યાદવ, (જૂનાગઢ)