જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ, આરોગ્ય સુવિધા અને જનસેવા સંબંધિત અનેક દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી. બેઠકનું માર્ગદર્શન શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા અને મેયર ધર્મેશભાઈ પોંશીયાએ આપ્યું.
મુખ્ય નિર્ણયો:
સિવિલ હોસ્પિટલને નવજાત અને ગંભીર બીમાર બાળકોની સારવાર માટે 3 એન.આઈ.સી.યુ. વેન્ટીલેટર લોન પર ફાળવવાનો નિર્ણય.
86 વર્ષીય ખેલાડીને ચેન્નાઈમાં યોજાનારી 23મી એશિયા માસ્ટર્સ એથલેટિક્સ ચેમ્પિયનશિપ-2025માં ભાગ લેવા રૂ. 50,000 પ્રોત્સાહન.
સ્વચ્છ ભારત મિશન હેઠળ મટીરીયલ રીકવરી ફેસિલિટી સેન્ટર (MRF) માટે 4 મહિનાનો મુદત વધારો.
દોલતપરા અને નવા ઓજી વિસ્તારમાં હોકર્સ ઝોન બનાવવાનો નિર્ણય.
શહેરમાં જર્જરિત અને જોખમી ઇમારતો ઉતારવા રૂ. 29.90 લાખના ખર્ચને મંજૂરી.
ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગેઇટ કામ પૂર્ણ કરવા 9/12/25 સુધી સમય વધારો.
મનપાની જુદી જુદી શાખાઓ માટે આઉટસોર્સિંગ દ્વારા મેનપાવર પુરો પાડવા વિનાયક એન્ટરપ્રાઇઝને કામગીરી ચાલુ રાખવાની મંજૂરી.
જળ શુદ્ધિકરણ માટે જરૂરી કેમિકલ્સ ખરીદીના વાર્ષિક ભાવો મંજૂર.
કન્સલ્ટન્સી એજન્સી KPMGને 60 દિવસનો મુદત વધારો, નવું ટેન્ડર ઝડપથી બહાર પાડવાનો નિર્ણય.
ફિક્સ વેતનથી કરાર આધારિત 12 કર્મચારીઓ તથા 2 અર્બન પ્લાનરની મુદતમાં 6 માસનો વધારો.
કાયમી કર્મચારીઓને નોશનલ લાભ સરકારના નિયમો અનુસાર આપવાની મંજૂરી.
આ રીતે બેઠકમાં શહેરના આરોગ્ય, ક્રીડા, સ્વચ્છતા, હોકર્સ સુવિધા, ઇમારત સુરક્ષા અને કર્મચારી કલ્યાણ જેવા વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ