જૂનાગઢ: મનપા દ્વારા ગેરકાયદેસર ધર્મસ્થાનો પર ડિમોલેશન!

જૂનાગઢ: જ્યાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરાયેલા 9 ધાર્મિક સ્થળો પર જૂનાગઢ મનપા દ્વારા મોડી રાતથી ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી.
આ કાર્યવાહીમાં મોતીબાગ રોડ, ઝાંઝરડા ચોકડી, કાળવા ચોક, સાબલપુર ચોકડી સહિતના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત હેઠળ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા.

મનપાના નાયબ કમિશનરની સત્તાવાર પ્રતિક્રિયા અનુસાર, આ તમામ બાંધકામો ગેરકાયદેસર માનવામાં આવ્યા હતા, અને ડિમોલેશનની કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી.

વિશિષ્ટ પગલાં:

  • વાહનોના રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા.
  • 9 ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા.

આ સમગ્ર કાર્યવાહી માટે પોલીસ બંદોબસ્તનો વિસથાપન કરવામાં આવ્યો હતો, જેથી સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

સંવાદદાતા:
જગદીશ યાદવ, જૂનાગઢ.