જૂનાગઢ મહાનગપાલિકા દ્વારા મુખ્ય માર્ગો ની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી.

જૂનાગઢ

જૂનાગઢ મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, સ્વામી વિવેકાનંદ ભવન એમ.જી.રોડ જુનાગઢ દ્વારા આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકા ના કમિશનરશ્રી ઓમ પ્રકાશ અને નાયબ કમિશનર ઝાપડા ના માર્ગદર્શન અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ ની સૂચના અનુસાર.

જૂનાગઢ મહાનગપાલિકા દ્વારા તા. 1/6/24 થી તા.15/6/24 સુધી “નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત જૂનાગઢ શહેર માં સફાઈ અભિયાન નું આયોજન કરવામાં આવેલ છે.

તે મુજબ આજરોજ તારીખ 2/6/24 ના રોજ જૂનાગઢ શહેર ના 1 થી 15 વૉર્ડ માં આવતા શહેર ના એન્ટ્રી પોઈન્ટ આંબેડકરનગર ગેટ થી બીલખા રોડ , મધુરમ ગેટ થી વંથલી રોડ, દોલતપરા ગેટ થી ભેસાણ ચોકડી ,ધોરાજી ચોકડી તેમજ શહેર ના મુખ્ય માર્ગો પર સફાઈ અભિયાન કરવામાં આવ્યું આ અભિયાન માં સેનેટરી ઇન્સપેકટર અને સુપરવાઈઝર તેમજ 100 જેટલા સફાઈ કામદાર 4 ટ્રેકટર અને 3 જેસીબી. અને 2 સૂપડી ની મદદ થી સફાઈ કરવામાં આવી અને કચરો આશરે 6 ટન અને સી & ડી વેસ્ટ 4 ટન જેટલો નિકાલ કરવામાં આવ્યો છે તેમ મનપા ની એક યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)