જૂનાગઢ તા. ૨૨ : જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે અચાનક નિરીક્ષણ (સરપ્રાઈઝ ચેકીંગ) હાથ ધર્યું હતું. આ ચેકીંગ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓની હાજરીની નોંધ લેવામાં આવી હતી.
ચેકીંગ દરમ્યાન કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ગેરહાજર હોવાનું સામે આવતાં, તેમને નિયમિત સમયસર ઓફિસમાં હાજર રહેવા ચેતવણી આપવામાં આવી હતી. સાથે જ સમયાંતરે આવું ચેકીંગ હાથ ધરાશે જેથી અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પ્રત્યે વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરે એ ઉદ્દેશ્ય વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે જણાવ્યુ હતું કે, નાગરિકોને સારી સેવા આપવી એ મહાનગરપાલિકાનું પ્રથમ ધ્યેય છે અને તે માટે કર્મચારીઓની નિયમિત હાજરી તથા કાર્યશિસ્ત જરૂરી છે. તેમણે હાજર રહેલા કર્મચારીઓ અને અધિકારીઓને આવતા નવરાત્રી પર્વની હાર્દિક શુભકામનાઓ પણ પાઠવી હતી.
આ અચાનક ચેકીંગથી કર્મચારીઓમાં સતર્કતા જોવા મળી હતી અને પાલિકા કચેરીમાં નિયમિતતા અને કાર્યક્ષમતા વધારવા દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે તેમ મનાય છે.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ