જૂનાગઢ મહાનગરપાલિકા અને બાર એશોસીએશન ના સંયુક્ત ઉપક્રમે શહેરીજનોમાં સ્વચ્છતાની જાગૃતિ માટે સફાઇ નાટકો યોજવામાં આવ્યા તેમજ સફાઇ અભિયાન હાથ ધરાયું.

જૂનાગઢ

રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલન ની ઉજવણી કરવામાં આવે છે, તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસોને મજબુત કરવા “સ્વચ્છતા હી સેવા” પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે જૂનાગઢ મહાનગર પાલિકા અને બાર એશોસીએશન ના સંયુક્ત ઉપક્રમે આજે તા.૦૨/૧૦/૨૪ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે જિલ્લા ન્યાયાલય ખાતે સફાઇ અભિયાન યોજવામાં આવ્યું હતું.જેમાં શહેરીજનોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવા માટે સ્વચ્છતા નાટક કરવામાં આવ્યા હતા.

તેમજ આજરોજ મહાનગર પાલિકા,જૂનાગઢ અને લાયન્સ ક્લબ ગિરનાર ગ્રુપ દ્વારા સવારે ૦૯.૦૦ કલાકે સોનાપુર ખાતે સત્સંગ હોલમાં સફાઇ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે એડિશનલ જજ શ્રી આર.ડી.પાંડે સર,સચિવ શ્રી એચ.આર.પરમાર,‌ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટશ્રી ભટ્ટ સાહેબ, મુખ્ય સિનિયર જજશ્રી મીરાણી સાહેબ,બાર એસો. પ્રમુખશ્રી જયદેવ જોષી, શ્રી માઢક સાહેબ,અન્ય જ્યુડી.ઓફિસરશ્રીઓ,લાયન્સ ગ્રુપ પૂર્વ પ્રમુખશ્રી ગીરીશભાઈ મશરું, મેન્ટરશ્રી જયકિશનભાઈ દેવાણી,ઉપ પ્રમુખશ્રી ગૌરવ રૂપારેલિયા, સહેજાદભાઈ,મંત્રી શ્રી સ્વરૂપભાઈ બાટવિયા, ખજાનચી શ્રી રવિભાઈ પરમાર અને સફાઇ કરમચારીશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

શહેરમાં સ્વચ્છતા રથ દ્વારા કચરાનું વર્ગીકરણ અને પ્રતિબંધીત પ્લાસ્ટિક માટે માર્ગદર્શન આપવામાં આવેલ અને પ્રચાર પ્રસાર અર્થે પેમ્પલેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)