જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૧૭/૦૩/૨૦૨૫ થી ઢોલ નગારા સાથે ઘરવેરા વસુલાતની કામગીરી શરૂ!!

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૧૭/૦૩/૨૦૨૫ થી ઢોલ નગારા સાથે ઘરવેરા વસુલાતની કામગીરી શરૂ

📝 જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે ૧૨,૦૦૦/- થી વધુ બાકી રહેલા મિલકતવેરા વસુલ કરવા માટે શરૂઆત ૧૭/૦૩/૨૦૨૫ થી કરવામાં આવશે.

🛑 કમિશનર ડો. ઓમપ્રકાશ ના માર્ગદર્શન હેઠળ, નાયબ કમિશનર ડી.જે. જાડેજા અને આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) કલ્પેશ જી ટોલીયા ની સુચનાઓ પર આ કામગીરી હાથ ધરવામાં આવશે.

🔊 ઢોલ નગારા વગાડી, બેનર અને સ્ટીકર લગાવવાનો પ્રાવધાન પણ કરવામાં આવશે, જેમાં બાકી વેરાની રકમ સાથે આ માહિતી જાહેર કરવામાં આવશે.

💼 મિલકતધારકો (માલિકો/કબ્જેદારો/ભાડુઆતો) ને સૂચના આપવામાં આવી છે કે તેઓ લાંબા સમયથી બાકી રહેલા ટેકસની રકમ તત્કાળ ભરપાઈ કરે, જેથી જરૂરી વ્યાજ ન ચુકવવું પડે.

⚠️ ઘરવેરાની રકમ વસુલાત માટે કડક પગલાં લેવામાં આવશે.

📝 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે, જગદીશ યાદવ, (જૂનાગઢ)