“જૂનાગઢ મહાનગરપાલિકા ના મેયર ડેપ્યુટી મેયરે ચૈત્રી નવરાત્રીએ માં અંબાના પુરા ભાવ સાથે દર્શન કર્યા”

જૂનાગઢ, 31 માર્ચ 2025: જૂનાગઢ ગિરિવર ગીરનારની ટોચ પર બિરાજમાન જગતજનની મા અંબાના ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોસીયા અને ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા સહિતના ભાજપના પદાધિકારીઓએ મા અંબાના દર્શન કરી શ્રદ્ધાપૂર્વક પૂજા અर्चના કરી હતી.

માતાજી માટે તેમના પ્રેમ અને શ્રદ્ધા વ્યક્ત કરતી વખતે, મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓએ મેયર અને ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવોનું પુજારી દ્વારા સન્માન પણ કર્યું હતું. શાંતિ અને ભક્તિભાવના મધ્યે આ પવિત્ર પ્રસંગને અમુક મહાનુભાવો અને ભકતો દ્વારા ઉજવવામાં આવ્યું.

અહેવાલ: જગદીશ યાદવ, જૂનાગઢ