જૂનાગઢ મહાનગર દ્વારા શ્રાવણ માસ દરમ્યાન દર સોમવારે “વડિલ શિવ દર્શન યાત્રા”નું આયોજન.

પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા એક ભવ્ય સેવા યાત્રા – “વડિલ શિવ દર્શન યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા દર સોમવારે મહાનગરના વિવિધ વિસ્તારોમાંથી આરંભ પામશે અને વડિલ શિવભક્તોને જુનાગઢ શહેર અને આસપાસના પવિત્ર મહાદેવ મંદિરોના નિઃશુલ્ક દર્શન કરાવવામાં આવશે.

આ યાત્રા માટે ખાસ મહાનગરપાલિકા જૂનાગઢના સહયોગથી તેમજ દર્શનભાઈ શેઠ (પેટલ્સ હોટલ), મેહુલભાઈ રાજપરા (અક્ષર જવેલર્સ) અને કાળુભાઈ સુખવાણી (મહાસાગર ટ્રાવેલ્સ)ના સહયોગથી વિશિષ્ટ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક સોમવારે જુદી-જુદી લોકેશન પરથી બસ ઉપડશે અને વિવિધ શિવ મંદિરો – ભવનાથ મહાદેવ, વસ્ત્રાપથેશ્વર, દામોદર કુંડ, ભુતનાથ, બીલનાથ, ઇન્દ્રેશ્વર તથા ત્રિમંદિરની યાત્રા કરાવશે.

તારીખવાર કાર્યક્રમ નીચે મુજબ રહેશે:

  • 28/07/2025: સવારે 9 વાગ્યે: આંબેડકર પ્રતિમા, દોલતપરા, ખોડીયાર મંદિર, ખામધ્રોળ. બપોરે 4 વાગ્યે: હવેલી, કેસરીયા ગૌશાળા, જોષીપરા પટેલ સમાજ, કયાડા વાડી.

  • 04/08/2025: સવારે 9 વાગ્યે: એલિગન્ટ હાઈટ્સ, ઝાંઝરડા રોડ, સિદ્ધનાથ મંદિર. બપોરે 4 વાગ્યે: કામદાર સોસાયટી, દાતાર રોડ, સ્વામી મંદિર.

  • 11/08/2025: સવારે 9 વાગ્યે: જગન્નાથ મંદિર, જલારામ સોસાયટી, ટીંબાવાડી. બપોરે 4 વાગ્યે: એપલવુડ કોમ્પ્લેક્સ, મધુરમ રોડ, ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ.

  • 18/08/2025: સવારે 9 વાગ્યે: આંબેડકર નગર, બીલખા રોડ, રામજી મંદિર. બપોરે 4 વાગ્યે: નરસિંહ મહેતા ચોક, સુખનાથ ચોક.

આ યાત્રા માટે જોડાવા ઈચ્છતા વડિલ ભક્તોએ પૂર્વ નોંધણી કરાવવી રહેશે. વધુ માહિતી માટે સંપરક નંબર – મિતેશભાઈ પટેલ (81606 98908) અને ભાવેશભાઈ નંદા (98259 35373) પર સંપર્ક કરી શકાય તેમ છે.

ઉલ્લેખનીય છે કે આ સેવાયાત્રા માત્ર ધાર્મિક ભાવના જ નહિ પણ એક સામાજિક સેવારૂપ ઉદ્દેશ્ય સાથે આયોજિત કરવામાં આવી છે, જેથી વડીલોને શ્રાવણ માસ દરમિયાન શિવ દર્શનની સુવિધા પ્રાપ્ત થાય. કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ