જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ..

જુનાગઢ
         જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મોલ, હાઈરાઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, હોસ્પીટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ, સિનેમા ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, અન્ય બહુમાળી બિલ્ડીંગો, ધાર્મિક સ્થળોમાં બાંધકામ પરવાનગી,બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર,ફાયર એન.ઓ.સી.ની સઘન ચકાસણી કરાઈ
. જૂનાગઢ શહેરમાં તા.૧૪/૦૬/૨૦૨૪ ના રોજ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ૦૪ (ચાર) ગોડાઉનમાં (૧) પ્રાઈમ એજન્સી (૨) ઓમ ટ્રેડર્સ (૩) એસ.કે.ગારમેન્ટ (૪) વિશ્વાસ ટ્રેડર્સ (૫) જય હોઝીયરી (૬) મુકેશ ફૂટવેરને બી.યુ.સર્ટીફીકેટ ન ધરાવતા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
 તા.૧૪/૦૬/૨૦૨૪ ના રોજ ફાયર સેફટી બાબતે કુલ -૩ (ત્રણ) હોટેલ ગેસ્ટ હાઉસ (૧)શ્રી ગીરનાર રાજેન્દ્ર શાંતીસેવા ટ્રસ્ટ, પ્રજાપતિનગર (૨) પ્રજાપતિ એકતા ભવન યુનીટ -૧ અને યુનીટ -૨ (૩) આશોપાલવ હોટેલને ફાયર સેફટી સુવિધા અથવા કાર્યરત એન.ઓ.સી. કાર્યરત ન જોવા મળતા ધારાસરની નોટીસ ઈશ્યુ કરવામાં આવેલ છે તેમ મનપા એ એક યાદીમાં જણાવેલ હતું
અહેવાલ:- નરેન્દ્ર  દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)