જૂનાગઢ મહિલા શરાફી સહકારી મંડળી લી.ની ૩૩મી વાર્ષિક સાધારણ સભા ઉજવાઈ.

જૂનાગઢ મહિલા શરાફી સહકારી મંડળી લી.ની ૩૩મી વાર્ષિક સાધારણ સભા આજે સંસ્થાનાં પ્રમુખ રસીલાબેન સોઢાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત અમિષાબેન માંકડ દ્વારા પ્રાર્થના સાથે કરવામાં આવી હતી, ત્યારબાદ ઝંખનાબેન ભીંડોરાએ સ્વાગત પ્રવચન આપ્યું અને સંસ્થાનો પરિચય સાઘનાબેન નિર્મળે રજુ કર્યો હતો.

મંડળીના વાર્ષિક હિસાબો, નફા-નુકસાનનું ખાતું તથા ચકાસણી અહેવાલ તન્વીબેન વૈષ્ણવ અને કૃપાલીબેન જીકરીયાએ સભાસદોના સમક્ષ રજૂ કર્યા હતા. આ વર્ષે મંડળી દ્વારા ૧૪ ટકાનું ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે, જે પ્રમુખ રસીલાબેન સોઢાએ જાહેર કર્યું હતું.

સભાના અંતે સભાસદ બહેનો માટે મહત્વપૂર્ણ કાનૂની વિષય ‘વસિયતનામું’ વિષે માહિતી આપી અને દરેક બહેનને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત, ચિલ્ડ્રન હોમના ધોરણ ૧૦ અને ૧૨ના ચાર વિદ્યાર્થીઓને ટ્યુશન તથા સ્કૂલ ફી આપવામાં આવ્યાની જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત એક નાનકડી બાળા, પહેલો ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને પુસ્તક, નોટબુક અને યુનિફોર્મ પણ ભેટરૂપે આપવામાં આવ્યા.

કાર્યક્રમ દરમિયાન ચિલ્ડ્રન હોમ તરફથી રસીલાબેન સોઢાનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સેક્રેટરી રૂપલબેન લખલાણી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું.

અંતે, આભાર વિધી હિનાબેન મજમુદારે આપી હતી અને બહોળી સંખ્યામાં હાજર રહેલી સભાસદ બહેનો ભોજન સાથે વિદાય લીધી હતી.

અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ