જૂનાગઢ મહિલા શરાફી સહકારી મંડળી લિ.ની પ્રમુખ શ્રીમતી રસીલાબેન સોઢાની આગેવાની હેઠળ સંસ્થાના ડિરેક્ટરો તથા સ્ટાફ સભ્યોએ કન્યા શાળા નં. ૪ની મુલાકાત લીધી હતી.
આ અવસરે ધોરણ ૬ થી ૮ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને કંપાસ કિટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત શાળાના તમામ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને પેન્સિલ સહિતની જરૂરી શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી.
શાળાના પ્રિન્સિપાલ શ્રી વિરાણીએ શાળાના શિક્ષણ, રમતગમત તથા સાહિત્યિક પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપી અને શાળા તરફથી સંસ્થાના કાર્યકારોનું ઉમળકાભેર સ્વાગત કર્યું.
પ્રમુખ રસીલાબેન સોઢાએ સંસ્થાની કામગીરીની રૂપરેખા આપી અને સંસ્થાની ભવિષ્યમાં શાળાને જરૂરિયાત અનુસાર સહાય કરવામાં પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. શાળાની યોજના અને સજ્જતાને ધ્યાને લઈને હિનાબેન મજમુદારે પ્રસંતા વ્યક્ત કરી.
આ કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન કંચનબેન સાંગાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ડિરેક્ટર ઝંખનાબેન ભીંડોરા, જશુમતીબેન રાવલ, મેનેજર તન્વીબેન વૈષ્ણવ, કૃપાલીબેન જીકરીયા, નમ્રતાબેન પરમાર અને રિદ્ધિબેન ત્રિવેદી સહિત સંસ્થાના અનેક સભ્યો હાજર રહ્યા હતા.
આ અવસરે રસીલાબેન સોઢાએ શાળાની સફળતા માટે અહોભાવ વ્યક્ત કર્યો અને ભાવિ કામગીરી માટે શુભકામનાઓ પાઠવી.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ