જૂનાગઢ – માંગરોળ નપામાં BSP એ ભાજપને આપ્યું સમર્થન.

Bsp માંથી ચૂંટાયેલા અબ્દુલલા મિયાં સૈયદ,,મહમદ મુસા હાજીબા,,શબાના રાઠોડ અને
શકિના સર્વદીએ આપ્યું ભાજપને સમર્થન

1 નંબરના વોર્ડમાં BSP ને મળેલ જીત
માંગરોળ નપામાં કુલ 36 બેઠકનો સમાવેશ

માંગરોળ નપામાં ભાજપ 15,, કોંગ્રેસ 15,,અન્ય 1,, આપ 1 બેઠક મળેલ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગર પાલિકા ચૂંટણી પરિણામમાં ભાજપ અને કોંગ્રેસને 15/15 બેઠક મળેલ.. જેને લઇ માંગરોળ નપામાં BSP કિંગ મેકર સાબિત થશે એ પહેલેથી જ નિશ્ચિત હતું.. જે અંતર્ગત BSP ના તમામ 4 ઉમેદવારએ ભાજપને આજે સત્તાવાર રીતે સમર્થન આપી દીધેલ..જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તમામ ઉમેદવાર હાજર રહી અને સમર્થન આપેલ..માંગરોળ નપા ચૂંટણીમાં Bsp માંથી ચૂંટાયેલા અબ્દુલલા મિયાં સૈયદ,,મહમદ મુસા હાજીબા,,શબાના રાઠોડ અને શકિના સર્વદીએ આજે ભાજપને સમર્થન સમર્થન આપેલ..માંગરોળના 1 નંબરના વોર્ડમાં BSP ને જીત મળેલ..માંગરોળ નપામાં કુલ 36 બેઠકનો સમાવેશ થાય છે.. જેમાં ગઈ કાલે જાહેર થયેલ પરિણામમાં માંગરોળ નપામાં ભાજપ 15,, કોંગ્રેસ 15,, અન્ય 1,, આપ પક્ષને 1 બેઠક મળેલ..BSP ના આજના ભાજપના સમર્થન બાદ હવે 25 વર્ષ બાદ માંગરોળ નગર પાલિકામાં ભાજપના પ્રમુખ કમાન સંભાળશે..25 વર્ષ પૂર્વે વેલજી મસાણી ભાજપમાંથી માંગરોળ નગર પાલિકાના પ્રમુખ બનેલ.

અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)