જૂનાગઢઃ
શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ દ્વારા જાહેર જનતા માટે ટેલિસ્કોપ થી સૌર મંડળના સૌથી સુંદર ગ્રહો એકી સાથે લાઈનમાં નજારો જોવાનું આયોજન.
જૂનાગઢ તા.૦૩ જૂન સોમવારના રોજ સૂર્યાસ્ત સમયે આપણાં સૌર મંડળના સૌથી સુંદર ગ્રહો એકી સાથે લાઈનમાં દક્ષિણ દિશાના આકાશમાં એક-બીજાથી નજીક અંતરે જોવા મળશે.
આ સાથેજ આપણાં સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ એવો ગુરુ મેષ રાશીની અંદર પૂર્વ દિશામાં ચમકી રહ્યો હશે.
શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ દ્વારા જાહેર જનતા માટે આ નજારો ટેલિસ્કોપ થી જોવાનું આયોજન ૦૩ જૂન.સોમવારે સાંજે 6.30 થી 8.00 શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, પ્રેમાનંદ સંકુલ, બિલનાથ મંદિર પાસે,વંથલી રોડ, જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું છે
શું શું જોઈ શકાશે?
: ત્રણે પદાર્થ માટે એક એમ કુલ 2 અધ્યતન અને વિશાળ ટેલિસ્કોપ લગાવવામાં આવશે જેમાંથી શનિના વલયો ઉપરાંત તેના એક અથવા બે ઉપગ્રહો, ગુરુ અને તેના 4 ઉપગ્રહો તેમજ ચંદ્ર પરના ઉલ્કા-ગર્તો સ્પષ્ટ જોઈ શકાશે તેમ એક યાદીમાં જણાવેલ છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)