જૂનાગઢમાં રૂ.૧,૫૦૦/- ની કિંમતના સામાનની થેલી ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધી આપેલ.
જૂનાગઢ રાજકોટ ના વતની હેતલબેન હિરેનભાઇ રાવત જરૂરી કામ સબબ જૂનાગઢ આવેલ અને બસ સ્ટેશનથી મધુરમ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. દિપાંજલી પાસે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની રૂ.૧,૫૦૦/- ની કિંમતના સામાનની થેલી ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ, આથી પોલીસ ની નેત્રમ શાખા ને જાણ કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ હરસુખભાઇ સિસોદીયા, હાર્દિકભાઇ સિસોદીયા, પાયલબેન વકાતર, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હેતલબેન જે ઓટો રિક્ષા માંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા હેતલબેન પોતાની રૂ. ૧,૫૦૦/- ની કિંમતના સામાનની થેલી જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ-07-TT-4922 શોધી, પોલીસ સ્ટાફ દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે થેલી તેમની પાસે હોવાનું જણાવેલ,
ગણતરી ની મિનિટ માજ થેલો પરત અપાવ્યો…
આથી પોલીસ સ્ટાફ દ્વારા હેતલબેન ના સામાનની થેલી શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવતા હેતલબેને જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો, આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરેલ છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)