જૂનાગઢ માં લારી ગલ્લા વાળા ઓ ને કચરો ફેલાવતા લોકો પાસેથી રૂ. 9400 /-નો દંડ વસુલ કરતી મહા નગર પાલિકા.

જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરશ્રી ડો.ઓમ પ્રકાશ ની સૂચના મુજબ તથા ડેપ્યુટી કમિશનર શ્રી ડી જે.જાડેજા ના માર્ગદર્શન હેઠળ આસી.કમિશનર (ટેક્સ) અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ શ્રી કલ્પેશ ટોલિયા દ્વારા તેમની ટીમ દ્વારા આજ રોજ કોલેજ રોડ પર રવિવારી બજારમાં મહાનગર પાલિકા ની સેનીટેશન શાખા, દબાણ શાખા તેમજ રેવન્યુ શાખાની ટીમ દ્વારા ડસ્ટબીન મુકવામાં આવેલ તેમજ જાહેરમાં કચરો ન ફેંકવા લારીવાળાઓને સૂચના આપેલ અને જાહેર માં કચરો ફેલાવતા લારી વાળાઓ પાસેથી રૂ.૯૪૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવેલ તેમજ જાહેર જનતાને આ અગાઉ કરેલ અપીલ મુજબ ફરીથી અપીલ કરવામાં આવે છે કે, જાહેરમાં ગંદકી કરવી નહિ કે કચરો ફેંકવા નહીં અને મનપાના ડોર ટુ ડોર કલેક્શન વાહનમાં જ સુકો તથા ભીનો કચરો અલગ રાખી આપવામાં આવે તેમજ દુકાન ધારકો અને લારી ગલ્લાવાળાએ પણ ડસ્ટબીન માં જ કચરો જમાં કરી વાહનમાં આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવે છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)