*જૂનાગઢ માં PM મોદી ની સભા યોજાઈ*
જુનાગઢ
લોકસભા ચુંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ની જાહેરસભા, 4 લોકસભા બેઠક માટે પ્રધાનમંત્રી મોદી એ કોંગ્રેસ ને આડે હાથે લીધી…
જૂનાગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરાયું હતું.. કુલ 31 મિનિટના ભાષણમાં નરેન્દ્ર મોદી એ કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.. ઉપરાંત મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે આપ સૌએ આપેલ શિક્ષા અને સંસ્કારને કારણે દુનિયામાં આજે ભારતનો ડંકો વાગે છે..ગત 10 વર્ષમાં મે ક્યારેય પાછું વળીને જોયું નથી..
હૃદયમાં એક જ ભાવ એ છે…
*કોંગ્રેસ ની તૃષ્ટીકરણ નીતિ પર કર્યા આકરા પ્રહારો…*
ભારત..2024 માં એક મોટા સંકલ્પ સાથે પલ પલ દેશ માટે ખપાવી દેવી છે..ભારતમાં સ્થિર અને મજબૂત સરકાર દુનિયા માટે પણ મહત્વની હોવાનું મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું..વધુમાં તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું keમોદીના આવ્યા પહેલા બે સંવિધાન હતા..
એક સંવિધાન થી દેશ ચાલતો હતો અને બીજાથી કાશ્મીર ચાલતું હતું..સરદાર પટેલના અધૂરા કામ પુરા કરવાના છે તે વાત પણ જણાવી હતી..
*સરદાર પટેલ ના હોત તો જૂનાગઢ પાકિસ્તાન માં હોત….*
370 અને CAA મામલે કોંગ્રેસના વલણને લઇ મોદીએ શાબ્દિક પ્રહાર કર્યા હતા..સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ પાકિસ્તાનમાં હોત અને કોંગ્રેસ સત્તામા આવશે તો ગુજરાત માટે હાલાત ખરાબ કરશે..મોદી સરકારમાં સેટેલાઇટથી દ્વિપ માટે સર્વે કરાયા ની વાત પણ જણાવી..કોંગ્રેસનું હાલે તો એ હિમાલયની ટોચના પણ સૌદા કરત..મોદીએ ઘર ઘર નળની સુવિધા આપી હોવાની વાત પણ કહી હતી..નવા ઇન્ફષ્ટ્રકચર કામને વેગ આપ્યા ની વાત જણાવી અને દુનિયાના પ્રવાસીઓને અહીં લાવવા છે તેનો ઉલ્લેખ પણ પોતાના સંબોધન માં કર્યો હતો..અંતમાં મોદીએ ગુજરાતની 26 સીટ અને દરેક બુથ જીતવા માટે ઉપસ્થિત કાર્યકર્તા અને લોકોને અપીલ કરી હતી..
અહેવાલ :- જગદીશ યાદવ ( જૂનાગઢ )