જૂનાગઢ મા સરદાર પટેલ શૈક્ષણીક સંકૂલ, જોષીપરા ખાતે”વાર્ષિકોત્સવ એવં સિધ્ધીપ્રાપ્ત છાત્ર સન્માન” કાર્યક્રમ યોજાયો જૂનાગઢ તા.૨૭, જોષીપરા ખાતે આવેલ શ્રી સરદાર પટેલ શૈ્ક્ષણિક સંકૂલ ખાતે બે દિવસીય વાર્ષિકોત્સવ અને તેજસ્વી વિદ્યાર્થિઓને બહુમાન કરવાનો કાર્યક્રમ શિક્ષણપ્રેમી મહાનુભાવોની ઉપસ્થિતીમાં આયોજીત થયો હતો. નિવાસી અને બિન નિવાસી વિદ્યાર્થીઓ માટે આયોજીત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સિધ્ધી પ્રાપ્તીને અગ્રણીઓએ શીલ્ડ એનાયતી કરી છાત્ર સન્માન કર્યુ હતુ.
બિન નિવાસી સ્કુલ-કોલેજનાં વિદ્યાર્થીઓનાં વાર્ષિકોત્સવ કાર્યક્રમને દિપ પ્રાગ્ટયથી ખુલ્લો મુકતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કૂલપતિ પ્રો.ચેતન ત્રિવેદીએ હરીભાઇ ગોધાણિ કેમ્પસમાં અભ્યાસરત વિદ્યાર્થીનીઓને સંબોધતા જણાવ્યુ હતુ કે કન્યાકેળવણી ક્ષેત્રે ડો. હરીભાઇ ગોધાણીએ શરૂ કરેલ કાર્ય આજે વટવૃક્ષબની શિક્ષણક્ષેત્રે સુંદર કાર્ય કરે છે. મૃણાલીનબેન ગોધાણીનાં માર્ગદર્શન અને સંસ્થાનાં ચેરમેન અને મેનેજીંગ ટ્રસ્ટી એવં પ્રમુખ જે.કે.ઠેશીયાની પ્રેરણાથી ગ્રામિણ કૃષિકાર પરિવારની દિકરીઓ ઉચ્ચાભ્યાસ કરી તેજસ્વી કારકિર્દી નિર્માણ કરવા અભ્યાસ કરી ડો. હરીભાઇ ગોધાણીનાં સ્વપ્નને સાાકર કરી રહી છે. ડો. ત્રિવેદીએ ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓને વાત કરતા જણાવ્યુ હતુ કે સાચું શિક્ષણ એ છે કે જે માત્ર સત્યનું દર્શન નથી કરાવતું એનો અમલ કરાવે છે એ પણ પુર્ણ રીતે ધ્યેયની પ્રાપ્તિ સુધી.
શિક્ષણ એ અભ્યાસ માટે હોય તો એ વિદ્યા છે, આજીવિકાના સાધન તરીકે હોય તો એ કળા છે.શિક્ષણ પ્રાપ્ત કરવાના ત્રણ માઈલસ્ટોન છે. વધુ અભ્યાસ કરવો, નિરીક્ષણ અને અનુભવ કરવો અને વધુ વાંચન કરવું. શિક્ષણ એટલે વ્યક્તિનો સમાજોપયોગી વિકાસ કરવા માટેની સીડી. જેનો ઉદ્દેશ માત્ર જ્ઞાન સુધી જ સીમિત નથી પણ વ્યવહારમાં અમલ કરવા માટે પણ છે. શિક્ષણ એ છે જે તમને ભૂતકાળમાં જીવી ગયેલ મહાનુભૂતો સાથે એના વિચારો દ્વારા એ સમયમાં લઈ જઈ શકે છે.સંસ્કૃતિ, પ્રથા, રીતી-રીવાજો અને પરંપરાનું પાલન કરીને પણ એક નવા રસ્તે બદલાવ લાવી શકાય છે, માટે ખાસ સ્ત્રીઓનું શિક્ષણ સશક્તિકરણ ખુબ જરૂરી છે.
બહેનો સંસ્કૃતિ અને પરંપરાનું રક્ષણ કરે છે કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી છે. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે, આજે આ શિક્ષણધામરૂપી શ્રી સરદાર પટેલ એજ્યુકેશન સંચાલીત શેક્ષણિક સંકુલમાં આયોજીત વાર્ષોકત્સવમાં વિદ્યાર્થીનીઓ દ્વારા આયોજીત રાસ, નાટક સહિત રજુ કૃતિઓ વિદ્યાર્થીનીઓ માટે પ્રેરણાપાથેય બને છે. કન્યાશિક્ષણનો વિકાસ પ્રગતિ માટે એક શુભ સંકેત છે. તેથી જ તો ગાંધીજીએ કહ્યું છે કે, ‘શિક્ષણનો અર્થ છે કે બાળકનો શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક વિકાસ’. મહિલા શિક્ષણ ફક્ત આધુનિક સમાજની કે સમયની ઉત્પત્તિ નથી. પણ આપણા દેશની સાંસ્કૃતિક વિરાસત છે.
પ્રસંગનાં પ્રારંભે ટ્રસ્ટીશ્રી ચુનિભાઇ રાખોલીયાએ સ્વાગત પ્રવચન દ્વારા અતિથીઓને આવકાર્યા હતા. ટ્રસ્ટીગણ દ્વારા મહેમાનોનું સન્માન કરાયુ હતુ. મોટીવેશન સ્પીકર મનિષ વઘાસિયાએ વિદ્યાર્થીઓને જીવનોપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)