જૂનાગઢ મુકામે વિઠલેશ ગૌ શાળા સંચાલિત “ગુણ ગાશું ગોવિંદ ના “કાર્યક્રમ યોજાયો

જુનાગઢમાં મકરસંક્રાન્તિ ના પાવન અવસરે તા.૧૪/૦૧/૨૦૨૫ ના રોજ શ્રી બડેમદનમોહનજી મંદિર વિઠ્ઠલેશ ભવન, જોષીપરા દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલેશ ગૌશાળા સમિતિ દ્વારા આયોજીત અલૌકિક ભાવથી પુષ્ટિભકિત સંગીત ” ગુણ ગાશુ ગોવિંદ ના ” કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં પુ.પા.ગો. શ્રી શરદરાયજી મહારાજ ના પાવન સાનિધ્યમા શ્રી રાજુભાઈ ભટ્ટ , નિરૂબેન દવે, અવધભાઈ ભટ્ટ તથા સાથી કલાકારો તેમજ શ્રી વિપુલભાઇ ત્રિવેદી અને હાસ્ય કલાકાર શ્રી જીતુભાઇ દ્વારકાવાળા એ પોતાની શૈલી માં હાસ્ય રસ પીરસેલ ત્યારે મોટી સંખ્યામાં. ઉપસ્થિત ભાવિકો, ભક્તજનો એ સંગીત નો રસાસ્વાદ માણ્યો હતો. શ્રી વિઠ્ઠલેશ ગૌશાળા સમિતિ તેમજ નિકુંજભાઇ કંસારા & ચિંતન લાઠીગરા વગેરે એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)