જૂનાગઢમાં પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર જૂનાગઢ-રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે
ટ્રેન નંબર 09579 રાજકોટ-જૂનાગઢ વિશેષ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 10.55 વાગ્યે ઉપડે છે અને બપોરે 13.00 વાગ્યે જૂનાગઢ પહોંચે છે. એ જ રીતે, બદલામાં, ટ્રેન નંબર 09580 જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી 13.40 કલાકે ઉપડે છે અને 17.05 કલાકે રાજકોટ પહોંચે છે. ઉપરોક્ત બંને ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર ઉભી રહે છે. નોંધનીય છે કે ઉપરોક્ત બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ ટ્રેનો તરીકે ચાલી રહી છે અને નિયમાનુસાર આ સ્પેશલ ટ્રેનોમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું ચાર્જ થાય છે.
ઉપરોક્ત બંને ટ્રેનો તેમના નિર્ધારિત સમય મુજબ 08.11.2024 થી ચાલી રહી છે અને 18.11.2024 સુધી દરરોજ દોડશે (11 અને 14 નવેમ્બર, 2024 સિવાય). નોંધનીય છે કે ઉપરોક્ત બન્ને ટ્રેનો 11.11.2024 અને 14.11.2024ના રોજ દોડશે નહીં. આ ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)