૧૮ થી ૩૫ વયના રોજગારવાંચ્છુઓને ખાનગી ક્ષેત્રના મહત્વના એકમમાં કામ કરવાની ઉમદા તક
જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ લિલા બિઝોટેલ તથા માર્શલ ટ્રેડિંગ કંપની જૂનાગઢ એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ ફ્રન્ટ ઓફિસ એક્ઝ્યુકેટીવ, સર્વિસ મેનેજર, સર્વિસ એડવાઇઝર, સેલ્સ એક્ઝ્યુકેટીવ કમ્પ્યુટર ઓપરેટર અને ટેકનીશીયન ની જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ એસ.એસ.સી થી સ્નાતકની, આઇ.ટી.આઇ. કે ડિપ્લોમા ઇન હોટેલ મેનેજમેન્ટ ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી’ વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન,–જૂનાગઢ ખાતે તા.૦૪/૦૧/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
આ ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકો છો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)