જૂનાગઢ
જૂનાગઢ વિદ્યાર્થીઓ દ્વારા ચાલતા સંગઠન Arise club છે દ્વારા સારા પુસ્તકો વાંચો અને અન્યને પ્રેરણા આપોના શુભ આશયથી આઝાદ ચોક ખાતે પુસ્તક વેચાણ કેન્દ્ર રાખવામાં આવેલ, જેમાં આપણી સંસ્કૃતિ, આપણો વારસોને વૈભવ, આપણી નવલકથાઓ, આપણો ગૌરવશાળી ઈતિહાસ, આપણી ભારતભૂમિ, આપણી સનાતન સંસ્કૃતિ વગેરે વૈવિધ્ય સભર સારા અને માર્ગદર્શક પુસ્તકો રાખવામાં આવેલ જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ છે.
આપણે બાળકોની દુનિયાનું વિસ્તરણ કરવા માગતા હોઈએ તો તેમનામાં પુસ્તકો પ્રત્યે લગાવ ઉત્પન્ન કરવો જોઈએ આવા સ્લોગન સાથે કોલેજના વિચ્યાર્થી દ્વારા ચાલતા Arise club દ્વારા વારંવાર જાહેર પુસ્તક વેચાણ કરી લોકોને પુસ્તક પ્રત્યે લગાવ વધે તે માટે પ્રયત્ન કરે છે. પુસ્તક વેચાણ કેન્દ્ર પર પ્રશ્નોતરી રૂપે ક્વિઝ રાખવામાં આવેલી જેમાં સાચા જવાબો આપે તેમને એક પુસ્તક તદ્દન ફ્રી આપવામાં આવેલ છે. એવું આજરોજ Arise club, Junagadh ના જિલ્લા સંયોજક માર્મિકભાઈ કાપડિયા એ જણાવ્યું હતું.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ