
જૂનાગઢ
ગુજરાત રાજ્યના નાગરિકોની ફરિયાદો તાલુકા અને શહેર કક્ષાએ ઝડપી અને ન્યાયસંગત રીતે ઉકેલાય એ હેતુથી “તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” દર માસના ચોથા બુધવારે યોજવાનો રાજ્ય સરકારનો નિર્ણય છે. આ અંતર્ગત જૂનાગઢ શહેરમાં આવો કાર્યક્રમ તા. ૨૧ મે, ૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી તાલુકા સેવા સદન, સરદારબાગ ખાતે યોજાશે.
મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમ માટે અરજદારો ૧૦ મે, ૨૦૨૫ સુધીમાં પોતાની લેખિત અરજી જરૂરી પુરાવાઓ સાથે મોકલી શકે છે. જોકે અરજી કરતાં પહેલાં કેટલીક શરતોનો પાલન કરવો ફરજિયાત છે:
🔹 અરજદારે પહેલા સંબંધિત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હોવી જોઈએ.
🔹 unresolved પ્રશ્ન જ હોવો જોઈએ.
🔹 એક જ વિષયની અને વ્યક્તિગત રજૂઆત મંજૂર થશે.
🔹 સામૂહિક રજૂઆતો, અપશષ્ટ અથવા અનેક વિભાગોને લગતી અરજીઓ, કોર્ટે પેન્ડિંગ કે રાજકીય નિવેદનો ધરાવતી અરજી માન્ય નહીં ગણાશે.
કાર્યક્રમમાં માત્ર શહેર કક્ષાના સત્તાધિકારની આવતાં પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ થશે. અધિક માહિતી માટે જુનાગઢ શહેર મામલતદાર કચેરીનો સંપર્ક સાધી શકાય છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ