જૂનાગઢ, તા. 16 મે:
બાળકો માટે સમર વેકેશન દરમિયાન સ્વસ્થ જીવનશૈલી વિકસાવવા અને સર્વાંગી વિકાસ માટે યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિ:શુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ૭થી ૧૫ વર્ષના બાળકો માટે ખાસ તાલીમ આપવામાં આવશે.
આ યોગ કેમ્પ ૧૬ મે ૨૦૨૫થી ૩૦ મે ૨૦૨૫ સુધી સવારે ૭થી ૯ વાગ્યા સુધી ટિંબાવાડી બગીયાની પાણીના ટાંકા પાસે યોજાશે. બાળકો માટે આ તક તેમના તંદુરસ્ત અને તેજસ્વી ભવિષ્ય માટે ઉત્તમ માર્ગદર્શક સાબિત થશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે બાળકે WWW.GSYB.IN વેબસાઈટ પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. વધુ માહિતી માટે 7984400309 નંબર પર સંપર્ક કરી શકાય છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ