જૂનાગઢ શહેરમાં વિવિધ સ્થળોએ સમર યોગ કેમ્પ યોજાશે

જૂનાગઢ, તા.16મે:
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત જૂનાગઢ શહેરમાં આગામી ૩૦ મે ૨૦૨૫ સુધી વિવિધ સ્થળોએ સમર સ્પેશિયલ યોગ કેમ્પો યોજાશે.

આ કેમ્પો નીચેના સ્થળોએ અને નિયત સમયસીમા પર આયોજિત થશે:

  • ગિરનાર પબ્લિક સ્કૂલ, કૉલેજ રોડ (સંચાલક: નીતા ગજેરા, મોબાઈલ: 90992 08709)
  • ટીંબાવાડી ગાર્ડન, વંથલી રોડ (સંચાલક: સોનલ બગડા, મોબાઈલ: 79844 00309)
  • શશી કુંજ, મીરા નગર (સંચાલક: ભગવાનજીભાઈ, મોબાઈલ: 90990 2956)
  • શિવાલિક પાર્ક, ઝાંઝરડા રોડ (સંચાલક: નયના કોરિયા, મોબાઈલ: 99790 05140)
  • જીનિયસ સ્કુલ, ખલીલપુર રોડ, જોષીપરા (સંચાલક: ગ્રીષ્મા ગાજીપરા, મોબાઈલ: 63545 44495)

સાથે જ, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા યોગ કોર્ડિનેટર વૈશાલી ચુડાસમાનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકાય છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક તમામ નાગરિકો માટે આ યોગ કેમ્પોમાં વિસ્તૃત સંખ્યામાં ભાગ લેવાની ખાસ અપીલ કરવામાં આવી છે, જેથી સ્વાસ્થ્ય લાભ મળવા સાથે જ મેડસ્વિતામુક્ત ગુજરાતના લક્ષ્યો પ્રાપ્ત થઇ શકે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ