જૂનાગઢ શહેરમાં વસતી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિના તમામ સભ્યો માટે મહત્વપૂર્ણ સમાચારો સામે આવ્યા છે. શહેરની સોરઠીયા પ્રજાપતિ સમિતિ દ્વારા તારીખ ૮મી ઓગસ્ટ, શુક્રવારના રોજ રાત્રે ૮:૦૦ વાગ્યે જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા શાંતેશ્વર, જોષીપુરા સ્થિત સોરઠીયા પ્રજાપતિ હિતવર્ધક મંડળની વાડી ખાતે યોજાશે.
સમાજ દ્વારા મળતી માહિતી મુજબ, જનરલ સભાનું મુખ્ય હેતુ જૂનાગઢ શહેરમાં વસતા સમાજના તમામ ભાઈઓ-બહેનોને એક મંચ પર લાવી સંગઠનને મજબૂત બનાવવાનો છે. શહેરમાં દરવર્ષે ઉજવાતા ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોની સંયુક્ત રીતીથી રૂપરેખા તૈયાર કરવી તેમજ નવા આયોજનો માટે જનમંતવ્ય મેળવવાનું પણ આ સભાનું મુખ્ય ઉદ્દેશ રહેશે.
સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું કે, “સમાજ એક નેજા હેઠળ સક્રિય રીતે કાર્ય કરે, નવું યુથ પ્લેટફોર્મ ઉભું થાય, જુનાગઢ શહેરમાં પ્રજાપતિ સમાજના હિત માટે એક નવી દિશા મળે તે માટે આ જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.”
આમંત્રણ જાહેર
આ સભા માટે શહેરના દરેક સોરઠીયા પ્રજાપતિ પરિવારને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ખાસ કરીને યુવાનો, વિદ્યાર્થીમિત્રો અને સ્ત્રીઓનું ઉપસ્થિત રહેવું આવશ્યક ગણવામાં આવે છે જેથી દરેક વર્ગના પ્રતિનિધિઓની હાજરી રહે.
અલ્પાહારની વ્યવસ્થા સાથે અંતિમ તબક્કો
સભા અંતે સામૂહિક ચર્ચા અને યોગદાન માટે ખુલ્લા મંચ સાથે અલ્પાહારની વ્યવસ્થાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી મૈત્રીપૂર્ણ વાતાવરણમાં સભાનાં મુદ્દાઓ સરળતાથી આગળ વધી શકે.
આ સભા દ્વારા જૂનાગઢ શહેરની અંદર સક્રિય અને સુવ્યવસ્થિત સંગઠન રચાય, તેમ સમાજના આગેવાનોનો દૃઢ વિશ્વાસ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ