રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર આયોજીત, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જુનાગઢ સંચાલીત જૂનાગઢ શહેર જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ તા.૧૮/૦૧/૨૦૨૫ ના રોજ તથા જૂનાગઢ ગ્રામ્ય જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ તા.૧૯/૦૧/૨૦૨૫ના રોજ કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલ, સી. ડીવીઝન પોલીસ સ્ટેશન પાસે, ગાંધીગ્રામ , જુનાગઢ ખાતે સવારે ૮-૩૦ કલાકથી યોજાનાર છે.
જેમાં ઝોન/તાલુકાકક્ષાની કૃતિઓના (વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત, લોકગીત/ભજન, તબલાં, હારર્મોનિયમ (હળવું) ) પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકો તેમજ સીધી જિલ્લાકક્ષાની ( કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કુલબેન્ડ, ઓરગન, કથ્થક, શાસ્ત્રીય કંઠય સંગીત(હિન્દુસ્તાની) ) કૃતિઓના ફોર્મ નિયત સમયમાં અત્રેની કચેરીએ પહોચાડેલ હોય તેઓએ અત્રે કરેલ રજીસ્ટ્રેશનની ખાતરી કરી આ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે.
વકતૃત્વ સ્પર્ધાના વિષયો સ્પર્ધાના ૨૪ કલાક અગાઉ સંબંધીત ઝોન/તાલુકા કલામહાકુંભ કન્વીનર પાસેથી મેળવી લેવાના રહેશે. વધુ માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બ્લોક નં ૧/૧, બહુમાળી ભવન, સરદારબાગ, જુનાગઢ ફોન નં. ૦૨૮૫ ૨૬૩૦૪૯૦ પર સંપર્ક કરવાનો એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)