રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર આયોજીત, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂનાગઢ સંચાલીત જૂનાગઢ શહેર અને જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ આજરોજ કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ, જૂનાગઢ ખાતે યોજાયો. આ ઉદ્દઘાટન કાર્યક્રમનાં અધ્યક્ષ જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુમ્મર તથા કેશોદ ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાન, જિલ્લા શિક્ષણાધકારી લતાબેન ઉપાધ્યાય, જિલ્લા યુવા વિકાસ અધિકારી નિતાબેન વાળા, જિલ્લા રમત વિકાસ અધિકારી ભુસણકુમાર યાદવ, કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ પ્રિન્સીપાલ સિસ્ટર ક્યારાની ઉપસ્થિતિ માં યોજાયો. આ તકે કાર્યક્રમનાં અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુમ્મરે કલા રસિકોને અને ખાસ આટલી બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો તે માટે પોતાની ખુશી વ્યક્ત કરી અને હાર અથવા જીત બન્ને માંથી શીખ લેવા અનુરોધ કર્યો હતો.
તેમજ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનએ કલાકારોને ગરબા, રાસ, લોકનૃત્ય જેવી વિવિધ કલાઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સ્પર્ધામાં સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન, અભિનય ના ૦૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષના વય જુથનાં ઝોનની કૃતિઓના (વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત, લોકગીત/ભજન, તબલાં, હારર્મોનિયમ (હળવું) કુલ ૨૩ કૃતિઓ માં બહોળી સંખ્યા માં ભાઈઓ બહેનો એ ભાગ લીધો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)